અમદાવાદ મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad Flower Show: સાબરમતી નદીના કિનારો સોડમનો દરિયો, ફ્લાવર શૉ શરૂ

Ahmedabad Flower Show 2026

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત 14મા ઇન્ટરનેશનલ ફ્લાવર શૉનું સાબરમતી નદીના કિનારે ઈવેન્ટ પાસે આયોજન કરવામાં આવ્યું છે. વર્ષે ભારતની સમૃદ્ધ , વૈવિધ્યસભર અને ગૌરવસભર સંસ્કૃતિને રજૂ કરતો એક અનોખો અને ભવ્ય ઉત્સવ બનવા જઈ રહ્યો છે. “ભારત એક ગાથા’ થીમ હેઠળ આયોજિત આ ફલાવર શો (Ahmedabad Flower Show) પહેલી જાન્યુઆરી 2026 થી 22 જાન્યુઆરી 2026 દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલા ફ્લાવર ગાર્ડન તેમજ ઇવેન્ટ સેન્ટર પાલડી યોજાશે.

Ahmedabad Flower Show 2026

મુખ્યમંત્રી કરશે ઉદ્ધાટન

આ ફ્લાવર શોનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થશે. આ અવસરે મુખ્યમંત્રી દ્વારા “સ્ત્રી સશક્તિકરણ’’ ની થીમ પર તૈયાર કરવામાં આવેલ સ્કલ્પચરનું પણ અનાવરણ કરવામાં આવશે. “ભારત એક ગાથા” થીમ હેઠળ આ ફ્લાવર શોમાં ભારતની પ્રાચીન સંસ્કૃતિથી લઇને આધુનિક વિકાસ સુધીની સમગ્ર યાત્રાને એક જીવંત અને કલાત્મક વાર્તા તરીકે પરિકલ્પિત કરવામાં આવ્યો છે, જેમાં ફૂલ, કલા અને કલ્પનાના સંગમથી ભારતના ઇતિહાસ, સંસ્કૃ ત, સિદ્ધિઓ અને ભાવનાઓને એક જ મંચ પર રજૂ કરવામાં આવશે.

Ahmedabad Flower Show 2026

ચાર જુદા-જુદા ઝોન

પ્રદર્શનના વિવિધ ઝોન ભારતના અલગ-અલગ આયામોને ઉજાગર કરશે,અનુભવ કરાવશે. જેમાં પ્રાચીન જ્ઞાન, ઉત્સવોનો ઉલ્લાસ, કલાત્મક તેજસ્વિતા અને આધુનિક વિકાસની ગાથા સમાયેલ હશે. એકઝોનમાંથી બીજા ઝોનમાં પ્રવેશતા જ ભારતની વિકાસની ઝાંખી જોશે. મુલાકાતીઓ એક ઝોનમાંથી બીજા ઝોનમાં આગળ વધતા ભારતની સમયયાત્રાનો વિવિધતાની ભાવનાને નજીકથી અનુભવી શકશે. પ્રદર્શનનું એક મુખ્ય કેન્દ્રબિંદુ રાષ્ટ્રીય એકતાનું પ્રતીકાત્મક ઝોન રહેશે, જેમાં 30 મીટર વ્યાસનું ભવ્ય ફૂલ મંડળ અને સરદાર વલ્લભભાઈ પટેલનું વિશ્વનું સૌથી મોટું ફૂલ ચિત્ર રજૂ ક૨વામાં આવશે.

Ahmedabad Flower Show 2026

કેટલી ફી અને સમય શું?

મુલાકાતીઓ માટે સોમવાર થી શુક્રવાર પ્રવેશ દર રૂ. ૮૦/- તથા શનિવાર,રવિવાર તથા જાહેર રજાના દિવસે પ્રવેશ ફી 100 રૂપિયા રહેશે. કોર્પોરેશન હસ્તકની શાળાના બાળકો માટે તમામ દિવસોએ નિઃશુલ્ક પ્રવેશ રહેશે. આ સિવાયની સ્કુલના બાળકો માટે સોમવાર થી શુક્રવાર સવારે 9:૦૦ થી 1:૦૦ સુધી પ્રવેશ દર રૂ.10/- રહેશે. વધુમાં, મુલાકાતીઓ માટે સવારે 8 થી સવારનાં 9 તેમજ રાત્રે 10 થી રાત્રે 11 સુધી પ્રાઈમ ટાઈમ સ્લોટમાં રૂ. 500/- પ્રવેશ દર રહેશે મુલાકાતીઓની સુગમતા માટે ખાસ ૪ પ્રવેશદ્વાર નક્કી કરવામાં આવેલ છે. આ સાથે જુદા જુદા 167 જેટલા સ્ક્પલ્ચર તૈયાર કરવામાં આવ્યા છે. બાળકો માટે અલગથી એક ઝોન તૈયાર કરવામાં આવ્યો છે.

admin01

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »