NRI ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad: હિન્દુ યુવતી અને વિધર્મી યુવકના લગ્નને લઈ હોબાળો, યુવતીને વકીલના કપડાં પહેરાવી કોર્ટમાં લવાઈ

અમદાવાદના ઘી કાંટામાં સ્થિત મેટ્રો કોર્ટ પરિસરમાં આવેલી લગ્ન નોંધણીની કચેરી ખાતે આજે હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકના લગ્નને લઈને હિન્દુ સંગઠનો દ્વારા ભારે હોબાળો કરવામાં આવ્યો હતો. ગાંધીનગરની યુવતી અને કઠવાડાનો યુવક લગ્ન કરવા માટે કોર્ટમાં આવ્યા હતાં. આ દરમિયાન વિરોધને જોઈને યુવતીને વકીલનો વેશ ધારણ કરાવીને કોર્ટમાં લાવવામાં આવી હતી. જેની જાણ હિન્દુ સંગઠનો થઈ હતી. ત્યાર બાદ કોર્ટમાં ભારે હલ્લાબોલ થયો હતો.

યુવતીને વકીલના કપડાં પહેરાવી કોર્ટમાં લવાઈ
વિરોધ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ પોલીસનો કાફલો પહોંચી ગયો હતો. પોલીસના બંદોબસ્ત વચ્ચે યુવક અને યુવતીને બહિયલ લઈ જવામાં આવ્યા હતાં. આ યુવતીના પરિવારજનોએ કહ્યું હતું કે, તેને શરદપૂનમની રાતે આ લોકો ઉઠાવી ગયા હતાં. જેની પોલીસ મથકે ફરિયાદ પણ અપાઈ હતી. બજરંગદળ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, વિધર્મી યુવકે હિન્દુ યુવતીને લવજેહાદમાં ફસાવી છે. બજરંગદળના કાર્યકરોએ આરોપ પણ મુક્યો હતો કે, આ યુવતીને કોણે વકીલનો વેશ ધારણ કરાવીને પાછલા દરવાજે કોર્ટમાં પહોંચાડી હતી.

ક્રાઈમ બ્રાંચ પણ કોર્ટ પરિસરમાં પહોંચી ગઈ હતી
કેટલાક વકીલોમાં પણ એવી ચર્ચા હતી કે, મેરેજ રજિસ્ટ્રેશન 11 વાગ્યે શરૂ થાય છે પરંતુ આ બંને જણાને સવારે સાડા નવ વાગ્યાના અરસામાં અહીં લાવવામાં આવ્યા હતાં. વકીલોએ પણ સમગ્ર બાબતે કારંજ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. સ્થિતિની ગંભીરતાને જોતા ક્રાઈમ બ્રાંચ પણ કોર્ટ પરિસરમાં પહોંચી ગઈ હતી. આ દરમિયાન પોલીસ અને હિન્દુ સંગઠનના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું.

admin01

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »