અમદાવાદ ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad News: હાલના સુભાષબ્રિજના સ્ટ્રક્ચરને તોડીને નવું બનાવવા માટે 236 કરોડનો ખર્ચ કરાશે

અમદાવાદના સુભાષબ્રિજના સુપર સ્ટ્રક્ચરને તોડી નવા બનાવવા અને નવા બે લેન સાથે આખો નવો બ્રિજ બનાવવા માટે કુલ રૂ. 236 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સુભાષબ્રિજના રીડેવલોપમેન્ટની કામગીરીને મંજૂરી આપવામાં આવી છે. હયાત સુભાષબ્રિજને રિપેરિંગ કરીને આગામી 9 મહિનામાં ટુ વ્હીલરો અને હળવા વાહનો માટે શરૂ કરી દેવામાં આવશે. જાન્યુઆરી 2027 સુધીમાં સુભાષબ્રિજ વાહનચાલકો માટે શરૂ કરી દેવામાં આવશે.સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (રોડ એન્ડ બિલ્ડીંગ) મીરાંત પરીખે જણાવ્યું હતું કે, સુભાષબ્રિજના રીડેવલોપમેન્ટ અને નવા બે લેન સાથે નવો બનાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું.

સુભાષ બ્રિજને રી ડેવલોપમેન્ટ કરવામાં આવનાર છે
જેમાં અંદાજિત રકમ રૂ. 232 કરોડ હતી જેમાં 1.5 ટકા વધીને રૂ. 236 કરોડના ખર્ચે મંજૂરી આપવામા આવી છે. સુભાષ બ્રિજ ને રી ડેવલોપમેન્ટ કરવામાં આવનાર છે, જેમાં હયાત બ્રિજના સુપર સ્ટ્રક્ચરને તોડીને નવું બનાવવામાં આવશે જે પિલ્લર છે અને સબ સ્ટ્રક્ચર છે તેને મજબૂત બનાવવામાં આવશે.હયાત બ્રિજ ઉપરાંત બાજુમાં નવી બે લેન તૈયાર કરવામાં આવશે જે બેલેન્સ આગામી બે વર્ષમાં બનીને તૈયાર થશે. જોકે, હયાત બ્રિજના સ્ટ્રકચરને તોડી અને બ્રિજને નવો બનાવી દેવામાં આવશે, જે આગામી મહિનામાં પૂર્ણ થઈ જશે. એપ્રિલ મહિનામાં કામને શરૂ કરવામાં આવી શકે છે, જેથી વર્ષ 2017ના જાન્યુઆરી મહિનામાં સુભાષબ્રિજ ટુ વ્હીલર અને હળવા વાહનો માટે શરૂ કરવામાં આવશે નવો બ્રિજ બનાવ્યા બાદ તેનો લોર્ડ ટેસ્ટ કરવામાં આવશે અને ત્યારબાદ તેમાં ભારે વાહનો અત્યારે ચલાવવા કે કેમ તે અંગેનો નિર્ણય લેવામાં આવશે.

admin01

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »