અમદાવાદમાં ફરીવાર સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. શહેરમાં ડીપીએસ અને સેન્ટ ઝેવિયર્સ સહિત સાત સ્કૂલોને ધમકી ભર્યા મેઈલ મળ્યા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને બોમ્બ સ્ક્વોર્ડ સહિતની ટીમો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. વાલીઓ બાળકોને લેવા માટે સ્કૂલમાં પહોંચી ગયા છે. આ સમગ્ર ઘટનામાં સાયબર ક્રાઈમ પણ તપાસમાં જોડાઈ છે. આ ઈમેલ કોણે કર્યા અને ક્યાંથી મળ્યા તેની તપાસ કરવામાં આવી રહી છે.
સાત સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
અમદાવાદમાં સંત કબીરની 3 બ્રાંચ, DPS બોપલ, સેન્ટ ઝેવિયર્સ લોયેલા, કેલોરેક્ષ સ્કૂલ ઘાટલોડિયા, સ્વયમ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, ધમકી મળતા BDDS અને પોલીસ દ્વારા તપાસ શરુ કરાઈ છે અને સ્કૂલો ખાલી કરી વિદ્યાર્થીઓને રજા અપાઇ છે.અમદાવાદ અને ગાંધીનગરમાં ગત ડિસેમ્બર મહિનામાં પણ અલગ અલગ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જેમાં ઝેબર ,ઝાયડસ, અગ્રસેન અને DAV ઇન્ટરનેશનલ સ્કૂલ સહિત 26 સ્કૂલોને ધમકી મળઈ હતી. ગત વખતે પોલીસ તપાસમાં સ્કૂલોમાંથી કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુ મળી નહોતી.