અમદાવાદ ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad News: અમદાવાદમાં બેખૌફ બનેલા ગુનેગારો, બુટલેગર કિશોર લંગડાના પૌત્રએ રિવોલ્વર બતાવી વિદ્યાર્થીને ધમકી આપી

અમદાવાદ શહેરમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાને પડકારતો બનાવ સામે આવ્યો છે. લો ગાર્ડન વિસ્તારમાં આવેલી એક ખાનગી કોલેજની બહાર કેટલાક અસામાજિક તત્વોએ હંગામો મચાવ્યો હોવાનો આરોપ છે. મળતી માહિતી મુજબ અસારવાના જાણીતા બુટલેગર કિશોર લંગડાના પૌત્ર આદિત્ય રાઠોડે કોલેજ બહાર ઉભેલા વિદ્યાર્થીઓ સાથે ઝઘડો કરીને ગાડીમાં તોડફોડ કરી હતી.બપોરના સમયે કોલેજની બહાર કેટલાક વિદ્યાર્થીઓ ઉભા હતા ત્યારે આદિત્ય રાઠોડ ફોર્ચ્યુનર કાર લઈને ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. ગલી સાંકડી હોવાને કારણે ગાડી પસાર કરતી વખતે વિદ્યાર્થીઓ તરફ જોવાની બાબતે બોલાચાલી શરૂ થઈ હતી.

આ બોલાચાલી થોડી જ વારમાં ઉગ્ર બની ગઈ

આ બોલાચાલી થોડી જ વારમાં ઉગ્ર બની ગઈ હતી.આક્ષેપ છે કે આદિત્ય ગાડીમાંથી નીચે ઉતરી ધારદાર હથિયાર સાથે કોલેજની બહાર પાર્ક કરેલી એક વિદ્યાર્થીની થાર કારમાં તોડફોડ કરી હતી. આ દરમિયાન વિદ્યાર્થીઓ એકઠા થતાં તેમને ધમકાવવા માટે રિવોલ્વર બતાવ્યાનો પણ આરોપ વિદ્યાર્થીઓએ લગાવ્યો છે. ઘટનાને કારણે કોલેજ બહાર અચાનક અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.ઘટનાની જાણ થતાં જ નવરંગપુરા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પોલીસ આસપાસ લગાવવામાં આવેલા CCTV કેમેરાના ફૂટેજ ચકાસી રહી છે તેમજ હાજર વિદ્યાર્થીઓના નિવેદન પણ લઈ રહી છે. હાલમાં પોલીસ આ બનાવની વધુ તપાસ કરી રહી છે અને સમગ્ર ઘટનાક્રમ અંગે સ્પષ્ટતા કરવા પ્રયત્નશીલ છે.

admin01

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »