અમદાવાદઃ રેલવે વિભાગમાં ગત એક જ માસમાં 33 હજાર લોકો ટિકિટ વગર મુસાફરી કરતા પકાડાય છે. રેલવે તંત્રના અનેક પ્રયાસો છતાં ટિકિટ બૂકિંગમાં એજન્ટરાજ તથા ખુદાબક્ષોની બદીને દૂર કરી શકાઈ નથી. આ લોકો પાસેથી રેલવે કુલ ₹2.43 કરોડનો દંડ વસૂલ કર્યો છે. એક મહિનાના સમયગાળામાં જ આ રકમ દંડ રૂપે મળી છે. ટિકિટ વગર પ્રવાસ કરનારાઓ સામે રેલવે વિભાગ સમયાંતરે સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કરે છે જેમાં આવા શખ્સોને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.

33 હજારથી વધારે લોકો પકડાયા
અમદાવાદ રેલવે વિભાગ અંતર્ગત આવતા અમદાવાદ સહિત મહેસાણા, ગાંધીધામ, પાલનપુર, સાબરમતી, મણિનગર અને વિરમગામ પર ટિકિટને લઈને ખાસ ડ્રાઈવ કરાઈ હતી. એક જ મહિનામાં જુદા-જુદા સ્ટેશન પરથી ટ્રેનમાં ચેકિંગ કરાતા ટિકિટ વગર મુસાફરી કરનારા પકડાયા હતા. 33 હજારથી વધારે લોકો પકડાતા દંડની મોટી રકમ વસુલ કરવામાં આવી છે. રેલવે વિભાગના રીપોર્ટની વિગત અનુસાર એક જ મહિનામાં અમદાવાદ રેલવે તંત્રને ₹152 કરોડની આવક ટિકિટમાંથી થઈ છે. સ્પેશ્યલ ડ્રાઈવ અંતર્ગત આ કામગીરી કરવામાં આવી છે.
મોટી સંખ્યમાં રેલવેના પ્રવાસીઓ
34.90 લાખ લોકોએ મુસાફરી કરીને જે તે સ્થળ સુધી પહોંચવા માટે ટ્રેનને પસંદ કરી હતી. બીજી તરફ માલવહન પેટે ₹628.68 કરોડની કમાણી થઈ છે. જે ગત વર્ષની સરખામણીમાં 13 ટકા વધારે છે. માલ પરિવહનને લઈને પહેલીવાર સાણંદથી રેફ્રિજરેટેડ રીફર કન્ટેનરને પીપાવાવ બંદર સુધી રવાના કરવામાં આવ્યું હતું. જોકે, અમદાવાદથી હવે મેટ્રોની સાથે બુલેટ ટ્રેનની ક્નેક્ટિવિટી મળી રહેતા મુસાફરોની સંખ્યામાં વધારો થાય એવી પૂરી શક્યતાઓ છે. ટિકિટભાડાને લઈને વધારો ઘટાડો થશે તો ચોક્કસથી મુસાફરોની સંખ્યામાં ફેરફાર થશે.

અમદાવાદ સેન્ટર
લાંબા અંતરની મુસાફરી માટે અમદાવાદને મોટી સંખ્યામાં રૂટ અને ટ્રેન મળી રહેતા મુસાફરોને રાહત થઈ છે. ખાસ કરીને એડવાન્સ ટિકિટ બુકિંગ માટે અલગથી વ્યવસ્થા ઊભી કરવામાં આવતા ઘણા પરિવારો એકસાથે બુકિંગ કરાવી રહ્યા છે. હવે બુલેટ ટ્રેનની ક્નેક્ટિવિટી મળતા મુંબઈ સુધી જતા પ્રવાસીઓને મોટી રાહત મળવાની છે. આ પ્રોજેક્ટ અંતર્ગત સુરતમાં બુલેટ ટ્રેનનું સ્ટેશન તૈયાર થઈ ચૂક્યું છે. ટ્રેકની કામગીરી ચાલી રહી છે. આ માટે ખાસ ટીમ કામ કરી રહી છે. સમગ્ર કોરિડોરમાં સૌથી વધારે સ્ટેશન ગુજરાતમાં છે જ્યારે મહારાષ્ટ્રમાં ઓછા છે.