દિલ્હીમાં વાયુ પ્રદૂષણ કહેર વરસાવી રહ્યું છે. ત્યારે અમદાવાદમાં પણ એર પોલ્યુશન ઈન્ડેક્સ જોખમી સ્તરે પહોંચ્યો છે.શહેરમાં હવાના પ્રદૂષણમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં હવાનું પ્રદૂષણનો આંક 400ને પાર પહોંચ્યો છે. શહેરની હવા વધુ ઝેરી બનતી જાય છે. જેના કારણે શ્વાસ અને ઉધરસની બિમારીઓનું પ્રમાણ પણ વધી રહ્યું છે.
હેબતપુરમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 449 સુધી પહોંચ્યો
અમદાવાદના હેબતપુરમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 449 સુધી પહોંચ્યો છે. ઈસ્કોન વિસ્તારમાં 302, સરખેજમાં 276, મેમનગર ગુરૂકુળમાં 281, થલતેજમાં 239, ગોતામાં 234, ઈસનપુરમાં 219, શાંતિગ્રામમાં 210, બોડકદેવમાં 209, બોપલમાં 207, વાડજમાં 207, વટવામાં 207, ઘાટલોડિયામાં 202 અને ઉસ્માનપુરામાં 201 AQI નોંધાયો છે.
સીઓપીડીના કેસ પણ સામે આવી રહ્યાં છે
શહેરમાં હવાના પ્રદૂષણને કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફોનો સામનો કરવો પડે તેવા દાખલા પણ સામે આવ્યા છે. આ ઉપરાંત ખાંસીની તકલીફોની ફરિયાદો દિવસે દિવસે વધી રહી છે. વાયુ પ્રદૂષણને કારણે સીઓપીડીના કેસ પણ સામે આવી રહ્યાં છે. લોકોમાં છાતી જકડાઈ જવી અને થાક લાગવો જેવી બિમારીના આંકડા પણ વધી રહ્યાં છે.