રાજકોટ ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Rajkot: અમિત ખૂંટ આપઘાત કેસમાં મુખ્ય આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર, મોટા ખુલાસા થવાની શક્યતા

રાજકોટ જિલ્લાના રિબડાના અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં મુખ્ય આરોપી રહીમ મકરાણીની ધરપકડ બાદ કોર્ટે તેના બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ તપાસમાં મિસ્ટર X નામના વ્યક્તિ સાથે મળી બંને મહિલાએ અમિત ખૂંટને ખોટા કેસમાં ફસાવવા કાવતરું રચ્યું હોવાનો ઘટસ્ફોટ થયો હતો.જૂનાગઢના દોલતપરા વિસ્તારમાંથી પકડાયેલા રહીમ મકરાણીને જેતપુર પોલીસે ગત 29 જાન્યુઆરીએ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.પોલીસે આ કેસની ઊંડી તપાસ માટે 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.

કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
કોર્ટમાં આ કેસની સુનાવણી દરમિયાન બંને પક્ષ તરફથી થયેલી દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે રહીમ મકરાણી 31 જાન્યુઆરી બપોરે 4 વાગ્યા સુધી પોલીસની પૂછપરછ હેઠળ રહેશે. પોલીસ આરોપી પાસેથી પુરાવાઓ એકત્રિત કરવા પ્રયાસ કરશે.3 મે 2025ના રોજ રાજકોટમાં મોડેલિંગ ક્ષેત્રે કાર્યરત સગીરાએ અમિત ખૂંટ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.5 મેના રોજ અમિત ખૂંટે ગોંડલના રીબડામાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ કેસમાં રાજદિપસિંહ જાડેજા અને તેના પિતા અનિરુદ્ધસિંહ તથા અન્ય બે આરોપી સામે અમિત ખૂંટના ભાઈ મનીષ ખૂંટે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

admin01

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »