ગુજરાતમાં ખનીજ ચોરીના બનાવો વધુ પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. ખનીજ ચોરો બેફામ બન્યા હોવાથી તંત્ર દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી છે. ત્યારે ભાવનગર ગ્રામ્ય મામલતદારની ટીમ દ્વાર વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓવરલોડ ખનીજ ભરેલા ડમ્પરને ઝડપી પાડવામાં આવ્યું છે. આ સમગ્ર ઘટના અંગે વરતેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે આ ડમ્પરને લઈને વધુ કાર્યવાહી હાથ ધરી
પ્રાપ્ત વિગતો પ્રમાણે ભાવનગર ગ્રામ્ય મામલતદાર દ્વારા આજે વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઓવરલોડ ખનીજ ભરેલું ડમ્પર ઝડપી પાડ્યું છે. ભાવનગર ગ્રામ્ય મામલતદારે આજે વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કર્યું હતું. આ દરમિયાન ઓવરલોડ ભરેલું ડમ્પર ત્યાંથી પસાર થતાં જ તેને અટકાવવામાં આવ્યું હતું. આ ડમ્પરના ચાલક પાસે ખનીજના આધાર પુરાવા માંગતા તેણે કોઈ સંતોષકારક જવાબ નહોતો આપ્યો. જેથી ઓવરલોડ ભરેલા ખનીજના ડમ્પરને ડિટેઈન કરાયું હતું. તેને ડિટેઈન કરીને વરતેજ પોલીસને સોંપવામાં આવ્યું છે. પોલીસે આ ડમ્પરને લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે.