બજેટના દિવસે જ સોના અને ચાંદીના ભાવમાં મોટો ભૂકંપ આવ્યો છે. એક જ ઝાટકે કિંમતમાં ભારે ઘટાડો નોંધાયો છે. ચાંદીમાં એક દિવસમાં 30 ટકા જ્યારે સોનામાં લગભગ 17 ટકાનો ઘટાડો થયો છે. આજે રવિવારે બજેટના દિવસે જ સ્ટોક માર્કેટ, કોમોડિટી અને બુલિયનનો વેપાર થઈ રહ્યો છે. આજે રવિવારે માર્કેટ ખૂલતા જ બુલિયન માર્કેટમાં કડાકો નોંધાયો હતો. આજે ચાંદી 17 હજાર રૂપિયા સુધી તૂટી છે અને હાલમાં ચાંદીનો ભાવ 2,74,400 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહ્યો છે.આજે સોનામાં પણ ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. આજે 10 ગ્રામ સોનાના ભાવમાં 8900નો ઘટાડો નોંધાયો છે. સોનું આજે 1.40 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ વેચાઈ રહ્યું છે. આજે બુલિયન સાથે સ્ટોક માર્કેટમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
ગયા અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે ભાવમાં ફેરફાર
ગયા અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે સોના અને ચાંદીમાં ભારે ઘટાડો થયો હતો. ગુરુવારે ચાંદીએ પહેલીવાર 400,000 ના આંકડો પાર કરીને ઇતિહાસ રચ્યો હતો. સોનાની સ્થિતિ ચાંદી જેવી જ હતી અને MCX પર 2 એપ્રિલના રોજ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ ગયા ગુરુવારે 1,93,096 રૂપિયાના ઐતિહાસિક સ્તરને સ્પર્શ્યા પછી તૂટી ગયો હતો અને 10 ગ્રામ દીઠ 42,247 રૂપિયા સસ્તું થઈને 1,50,849 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો હતો. રવિવારે, MCX પર ટ્રેડિંગ શરૂ થતાં જ, તેમાં 6%થી વધુનો ઘટાડો થયો. સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ ₹9,000 ઘટીને ₹1,43,205 પર પહોંચી ગયા.
શેરબજારમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે
શેરબજારમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ હાલમાં 50 પોઈન્ટથી વધુની તેજી સાથે 82,350 પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી પણ 20 પોઈન્ટ વધીને 25,320 પર ટ્રેડ કરી રહ્યો છે. સેન્સેક્સ સવારના 82,119ના નીચલા સ્તરથી લગભગ 200 પોઈન્ટ રિકવર થયો છે. હિન્દુસ્તાન કોપર, વેદાંત, હિન્દ ઝિંક અને MCX 10-14% સુધી ઘટ્યા છે.સેન્સેક્સના 30 શેરોમાંથી 16માં તેજી અને 14માં ઘટાડો જોવા મળી રહ્યો છે. સન ફાર્મા, BEL અને પાવર ગ્રીડ 3% સુધી ઘટ્યા, જ્યારે ઈન્ફોસિસ, ટાટા સ્ટીલ અને ઝોમેટોના શેર 2% સુધી ઘટ્યા.