દેશમાં બુલિયન માર્કેટમાં મોટા સમાચાર સામે આવ્યા છે. આજે બજાર ખુલતાની સાથે જ ચાંદીમાં રેકોર્ડ બ્રેક તેજી જોવા મળી છે. એક કિલો ચાંદીનો ભાવ ત્રણ લાખ રૂપિયાને પાર કરી ગયો છે. બીજી તરફ સોનાના ભાવ પણ ટોચ પર પહોંચી રહ્યાં છે. અમદાવાદ શહેરમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 1.45 લાખથી વધુ નોંધાયો છે.
સોનાના 10 ગ્રામના ભાવમાં 2983નો વધારો થયો
આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ખૂલતાની સાથે જ ચાંદીનો ભાવ 13553 થયો હતો. જ્યારે પ્રતિ કિ,ગ્રાનો ભાવ 3,01,315ની નવી સપાટી પર પહોંચી ગયો છે. શુક્રવારે ચાંદીનો ભાવ 2.87 લાખ રૂપિયા નોંધાયો હતો. બીજી તરફ આજે માર્કેટ ખુલતાની સાથે જ 24 કેરેટ સોનાના 10 ગ્રામના ભાવમાં 2983નો વધારો થયો છે.