દેશમાં આજે પેટ્રોલ અને ડિઝલના ભાવ અંગે મહત્વની માહિતી સામે આવી છે. 13મી જાન્યુઆરીએ ભારતના મેઈન સિટીમાં પેટ્રોલ અને ડિઝલના નવા ભાવ જાહેર થયાં છે. જાન્યુઆરીની શરૂઆતમાં જ તેલ કંપનીઓ દ્વારા કેટલાક શહેરોમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ફેરફાર કર્યો હતો. જ્યારે મોટા મહાનગરોમાં ઈંધણના ભાવ સ્થિર રહ્યા હોવાની વિગતો સામે આવી છે.
ગુજરાતના શહેરોમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ
અમદાવાદમાં આજે પેટ્રોલનો ભાવ 94.49 અને ડિઝલનો ભાવ 90.17 રૂપિયા પ્રતિ લિટર છે. ભાવનગરમાં પેટ્રોલનો ભાવ 95.88 અને ડિઝલનો ભાવ 91.56 રૂપિયા પ્રતિ લિટર છે. ગાંધીનગરમાં પેટ્રોલનો ભાવ 94.97 અને ડિઝલનો ભાવ 90.32 રૂપિયા પ્રતિ લિટર છે. રાજકોટમાં પેટ્રોલનો ભાવ 94.85 અને ડિઝલનો ભાવ 90.65 રૂપિયા છે.જ્યારે વડોદરામાં પેટ્રોલ આજે 94.15 રૂપિયા અને ડિઝલ 89.82 રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચાણ થઈ રહ્યું છે. જ્યારે સુરતમાં પેટ્રોલ 94.69 અને ડિઝલ 90.38 રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે
કયા શહેરમાં આજે ઈંધણનો શું ભાવ છે
દેશની રાજધાની દિલ્હીની વાત કરીએ તો આજે પેટ્રોલનો ભાવ 94.72 અને ડિઝલનો ભાવ 87.62 રૂપિયા પ્રતિ લિટર છે. મુંબઈમાં પેટ્રોલ 104.21 અને ડિઝલ 92.15 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં કોલકાતામાં આઝે પેટ્રોલ 103.94 અને ડિઝલ 90.76 રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચાણ થઈ રહ્યું છે. જ્યારે દક્ષિણ ભારતમાં ચેન્નઈમાં પેટ્રોલનો ભાવ 100.75 અને ડીઝલનો ભાવ 92.34 રૂપિયા પ્રતિ લિટર છે. આગામી સમયમાં આ ભાવમાં નજીવો વધારો થાય તેવું નિષ્ણાંતોનું માનવું છે.