અમદાવાદઃ રસ્તાની કામગીરીને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને કેટલાક સૂચનો કર્યા છે. દર ચોમાસે ધોવાઈ જતા નેશનલ હાઈવે અને તેને સમાંતર જોડતા રસ્તાઓની હાલત મગરમચ્છની પીઠ સમાન થતાં તંત્ર સામે પ્રશ્નો ઊભા થાય છે. ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવેલા નીતીન ગડકરીએ રાજ્યમાંથી પસાર થતા નેશનલ હાઈવેની સમીક્ષા કરી, સ્થળ તપાસ કરીને જે તે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. ચોમાસામાં વરસાદી પાણીમાં માર્ગો ગરકાવ થઈ જવાના અનેક કિસ્સા છે. સમારકામ કરવા સરકારના આદેશ છૂટ્યાં છે પણ હજુ કેટલાક એવા રસ્તાઓ છે જેના કોઈ ઠેકાણાં નથી.
કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ
રસ્તના મુદ્દે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આક્ષેપ કર્યો હતો કે, ગુજરાતની મુલાકાતે આવેલાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને મુખ્યમંત્રીએ કહેવું પડ્ યુંકે,જનતા કરોડો રૂપિયા ટોલટેક્સ ભરે છે છતાંય હાઇવે ખખડધજ હોય. તે શરમજનક સ્થિતી છે. વિપક્ષે આક્ષેપ મક્યો હતો કે, ચિંતન શિબિરમાં 3 હજારની ડીશ અને ખેડૂતોને રૂા.3500 કૃષિ સહાયનું પડીકું સરકારી આપી દીધું. રવિ સિઝનનો પ્રારંભ થયો છે તેમ છતાંય હજુ ખેડૂતોને સહાય મળી નથી. ચિંતન શિબીરમાં મંત્રી-અધિકારીઓ માટે રૂા.3 હજારની ડીશ પિરસાઇ રહી છે ત્યારે આર્થિક રીતે તૂટી ગયેલા ખેડૂતોને કૃષિ સહાય સમયસર મળી રહી નથી.
માવઠાથી નુકસાન
મગફળી,સોયાબીન, કપાસ સહિત અન્ય પાકોને માવઠાથી ભારે નુકસાન પહોંચ્યુ છે. ખેડૂતોને પાક નુકસાન સામે નજીવું વળતર ચૂકવાઇ રહ્યું છે. ગુજરાતના ખેડૂતો આર્થિક રીતે દેવાદાર બન્યા છે ત્યારે તેમના દેવા માફ થવા જોઇએ. એટલું જ નહીં, ગુજરાતમાં પાક વિમા યોજના અસરકારક અને સમયસર રીતે લાગુ થવી જોઈએ. એવા ઘણાય ખેડૂતો છે જે ખાતર માટે ભટકી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ-મળતિયાઓ ખેડૂતોને લૂંટવાના ધંધામાં સંડોવાયેલા છે. છેલ્લા ત્રણ દાયકાથી ભાજપ ગુજરાતમાં સત્તા પર છે તેમ છતાં મધ્યાહન ભોજનમાં બાળકોને યોગ્ય ભોજન મળતું નથી. 50 ટકા રાજ્યના બાળકો કુપોષિત છે.
હાઈવે નિર્માણ માટે વધુ 20 હજાર કરોડ
કેન્દ્ર સરકાર તરફથી નેશનલ હાઈવે ઓથોરિટી હેઠળના હાઈવે સહિત અન્ય પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકારે ગુજરાતને વધુ 20 હજાર કરોડ આપવાની જાહેરાત કરી છે. આ અંગેના સંકેત કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આપ્યા હતા. ગાંધીનગર ખાતે નેશનલ હાઈવે પ્રોજેક્ટ હેઠળ થયેલી પ્રગતિ અને કામગીરીની સમીક્ષા કરી હતી. ઉચ્ચ સ્તરીય બેઠકમાં અધિકારીઓ અને ઈજારદારોને સ્પષ્ટ તાકિદ કરી હતી કે, સારા રસ્તા અને સુરક્ષા એ સર્વોચ્ચ પ્રાથમિકતા છે. નેશનલ હાઈવેના નિર્માણ અને રીસરફેસિંગમાં કોઈપણ પ્રકારની બેદરકારીને ચલાવી લેવામાં નહીં આવે. નક્કી કરેલી સમય મર્યાદામાં રસ્તા નહીં બને તો તેને નિષ્કાળજી માનવામાં આવશે.ઈજારદારને બ્લેકલિસ્ટ કરવા સુધીના પગલાં લેવાશે.

ત્રણ મોટા હાઈવેના કામ ગુજરાતમાં
અમદાવાદ-મુંબઈ, રાજકોટ-ગોંડલ અને જેતપુર અને અમદાવાદ ઉદેપુર આ ત્રણ હાઈવેના કામ ઝડપથી પૂર્ણ થાય એ માટે અનુરોધ કર્યો છે. ગુજરાતમાંથી પસાર થતા નેશનલ હાઈવે પર દૈનિક ટ્રાફિકનું 35 ટકા ભારણ છે. એ સંદર્ભે આ તમામ હાઈવેના કામ ઝડપથી પૂરા થાય એ જ નાગરિકોના હિતમાં છે.