સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ગિરીશ ભીમાણી પર વિદ્યાર્થીનીઓની છેડતીનો ગંભીર આરોપ લાગ્યો છે. આ મામલે ગઈકાલે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI દ્વારા આક્રમક વિરોધ કરવામાં આવ્યો હતો. NSUIના કાર્યકરોએ ગીરિશ ભિમાણીનું મોં કાળુ કરી નાંખ્યું હતું. આ કેસમાં હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ નહીં નોંધાતા મામલો વધારે વિવાદમાં આવ્યો છે. આજે અમરેલી બીસીએ કોલેજના કેમ્પસનો ઘેરાવ કરીને ભાજપની વિદ્યાર્થી પાંખ ABVP દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
આ છેડતીની વીડિયો પણ વાયરલ કરવામાં આવ્યો
અમરેલીની BCA કોલેજમાં ABVPના કાર્યકરોએ ગિરીશ ભીમાણી હાય હાયના નારા લગાવ્યા હતાં. ત્યાર બાદ સમગ્ર કેમ્પસમાં હલ્લાબોલ કર્યો હતો. ABVPના કાર્યકરોએ મીડિયાને કહ્યું હતું કે, ગિરીશ ભીમાણી દ્વારા ગત ૧૨ જાન્યુઆરીના રોજ આબુ ખાતે વિદ્યાર્થીનીઓની છેડતી કરાઈ હતી. આ છેડતીની વીડિયો પણ વાયરલ કરવામાં આવ્યો છે. જ્યાં સુધી પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં નહીં આવે ત્યાં સુધી વિરોધ અને હલ્લાબોલ ચાલુ રાખવામાં આવશે.
ગીરિશ ભીમાણી આબુ ટુર પર ગયા હતાં
અમરેલી જિલ્લાના નિયામક તરીકે ગીરિશ ભીમાણી આબુ ટુર પર ગયા હતાં. તેમની પર એવા આરોપો લગાવવામાં આવ્યા છે કે, તેમણે 12 અને 13 જાન્યુઆરી દરમિયાન આયોજિત પ્રવાસમાં નશાની હાલતમાં 10 જેટલી વિદ્યાર્થીઓની છેડતી કરી હતી. આ ઘટના પ્રકાશમાં આવતા જ ગિરીશ ભીમાણીએ તેમના તમામ પદો પરથી તાત્કાલિક અસરથી દૂર કર્યા હતાં. જો કે NSUI દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, આ મામલે બંને પક્ષે સમાધાન થયું હોવાથી હજી સુધી ગીરિશ ભીમાણી સામે પોલીસ ફરિયાદ થઈ નથી.