Delhi Pollution: રાજધાની દિલ્હીમાં રહેતા નાગરિકો છેલ્લા બે દિવસથી ઝેરી હવાનો સામનો કરી રહ્યા છે. સતત અને સખત રીતે વધેલા પ્રદૂષણને કારણે દિલ્હીની હવામાં શ્વાસ લેવો મુશ્કેલ બન્યો છે. નવેમ્બર અને ડિસેમ્બરમાં વારંવાર AQI ગંભીર સ્તર સુધી પહોંચ્યો છે. ગ્રેડડ રિસપોન્સ એક્શન પ્લાનના નિયમ લાગુ કરાયા બાદ પરિસ્થિતિ જૈસે થે જેવી બની જાય છે. માત્ર પ્રદૂષણ જ નહીં અન્ય કેટલાક કારણો ઝેરી હવા માટે જવાબદાર છે. દિલ્હીમાં વાહનોની સંખ્યા ખૂબ જ વધારે છે. જે PM 2.5 માઈક્રોનથી પણ નાના રજકણ અને NO2 નાઈટ્રોજન ડાયોક્સાઈડ છોડે છે.સેન્ટરફોર સાયન્સ એન્ડ એન્વારમેન્ટના રીપોર્ટ અનુસાર શિયાળું સીઝનમાં પ્રદૂષણ વધવા પાછળનું મુખ્ય કારણ ટ્રાફિક પણ છે. સવારે અને સાંજે પીક અવર્સમાં પ્રદૂષણ ઝડપથી વધી જાય છે. ઠંડી હવામાં વાહનમાંથી નીકળતો ગેસ ફસાઈ જાય છે.

પરાળી બાળવાની ઘટના ઘટી
પંજાબ-હરિયાણામાં ખેડૂતો પરાળી બાળે છે. જેના કારણે એ ધુમાંડો દિલ્હી સુધી પહોંચે છે. હકીકત એવી પણ છે કે, આ વર્ષે પરાળી બાળવાની ઘટના ઘણી ઓછી થઈ છે. તેમ છતાં પ્રદૂષણ ઘટ્યું નથી. એક રીસર્ચમાંથી જાણવા મળ્યું છે કે, નવેમ્બર-ડિસેમ્બરમાં આ પ્રમાણ 5થી 15% રહ્યું છે. આ મુદ્દા કરતા દિલ્હીના સ્થાનિક સ્ત્રોત વધારે અસર કરે છે. આ ઉપરાંત બાંધકામની સાઈટ, ઈન્ડસ્ટ્રીમાંથી નીકળતા ધુમાંડા, કચરો બાળવો, કોલસાનો ઉપયોગ જેવા કારણો પણ જવાબદાર છે. આ સાથે દિલ્હીની ભૌગોલિક સ્થિતિ પ્રદૂષણને કેદ કરી લે છે. જેથી દિલ્હીની હવા ઝેરી બને છે. આ વર્ષે નવેમ્બરમાં AQI 428 સુધી પહોંચી ગયો હતો. ડિસેમ્બરમાં સતત બે દિવસ 400-500 પાર AQI નોંધાયો હતો.

સુપ્રીમ કોર્ટે ટકોર કરી
15 ડિસેમ્બરના રોજ દિલ્હીની જ કેટલીક જગ્યાઓ પર AQI 600 ની ઉપર નોંધાયો હતો. દિલ્હની સ્થિતિ ગેસ ચેમ્બર જેવી બની છે. રાજધાનીની હવામાં શ્વાસ લેવાથી ફેફસાંની બીમારીઓ પણ થઈ શકે છે. દિલ્હીના પ્રદૂષણને ધ્યાને લઈને સુપ્રીમ કોર્ટે પણ ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું હતું કે, પ્રદૂષણ ઓછું ન થવાનું મોટું કારણ નિયમોનું કડકપણ લાગુ ન થવું એ છે. ધનાઢ્ય લોકોની જીવનશૈલીમાં કોઈ પરિવર્તન આવતું નથી. ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલસ એમ પંચોલીની બેંચે કહ્યું હતું કે, વાયુ પ્રદૂષણને લઈ દિલ્હીની સ્થિતિ ગંભીર છે. દિલ્હી-NCRમાં લોકોના આરોગ્ય પર આની માઠી અસર થઈ રહી છે. લોકોએ પોતાની રીતે પણ થોડું સમજવું જોઈએ કે, તેઓ પોતાની જીવનશૈલી બદલે. દિલ્હી અને આસપાસના વિસ્તારમાં વાહનથી થતી પ્રદૂષણ હવાને ઝેરી બનાવે છે.