મુંબઈઃ રણવીર સિંહની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ધુરંધર’સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. જેને યુવાનો પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મ દમદાર કમાણી કરી રહી છે. આ (Dhurandhar) ગેંગસ્ટર-ડ્રામા મોટા પડદા પર આવતાની સાથે જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી ચૂકી છે. ‘ધુરંધર’ રિલીઝ થયાને એક જ દિવસમાં કરોડોની કમાણી કરી લીધી છે. રણવીર સિંહની ફિલ્મ ઓપનિંગ ડેનું બમ્પર કલેક્શન કરી રહી છે અને રેકોર્ડ તોડી રહી છે. ત્રણ જ દિવસમાં ફિલ્મે 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. આ ફિલ્મે વર્લ્ડવાઈડ 165 કરોડની કમાણી કરી લીધી છે. જેમાંથી 100 કરોડ એટલા ભારતમાંથી કમાયા છે.

અક્ષયની અદભૂત એક્ટિંગ
ધુરંધરે આ વર્ષની તમામ ફિલ્મના ઓપનિંગ ડે રેકોર્ડ તોડી નાખ્યા છે. ‘ધુરંધર’રિલીઝથી સમગ્ર ટીમને એક મોટો ફાયદો થયો છે.5 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં રણવીરસિંહ ભલે લીડ રોડમાં હોય પણ ખરો હીરો તો અક્ષય ખન્ના છે. ફિલ્મ રીલિઝ થયાના ત્રીજા જ દિવસે ફિલ્મના કલાકારોના હેશ ટેગ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા હતા. ખાસ કરીને સંજય દત્ત, અક્ષય ખન્ના અને આર. માધવનના પાત્રને લોકો વખાણી રહ્યા છે. જ્યારે અર્જુન રામપાલનો લૂક લોકોને પસંદ પડી રહ્યો છે. અક્ષય ખન્નાની આ જ ફિલ્મે એની અગાઉની ફિલ્મ રેસનો ઓપનિંગ ડે રેકોર્ડ તોડ્યો હતો. રેસનો ઓપનિંગ ડે રકોર્ડ 6.32 કરોડનો રહ્યો છે.

સૈયારા પણ પાછળ
‘ધુરંધર’ ફિલ્મે સૈયારા ફિલ્મના ઓપનિંગ ક્લેક્શનને પણ પાછળ મૂકી દીધો છે. આર. માધવનની કેસર ચેપ્ટર 2 પણ પાછળ છે. આયુષ્માન ખુરાનાની ફિલ્મ થામાનું ઓપનિંગ ડે ક્લેક્શન 23 કરોડ છે. જોવાનું એ રહે છે કે, ધુરંધર એની ઓવરટેક કરશે કે નહીં. પહેલો ભાગ રીલિઝ થયા બાદ દર્શકો હવે બીજા ભાગની રાહ જોઈ રહ્યા છે. જે આવતા વર્ષે રીલિઝ થવાનો છે. ફિલ્મનો બીજો ભાગ 19 માર્ચના રોજ આવી રહ્યો છે. ફિલ્મના એક્શન સીન સાથે મજાની વાત એ છે કે, ફિલ્મના બેગ્રાઉન્ડમાં મસ્ત જૂના ગીત પ્લે થઈ રહ્યા છે. જે ફિલ્મની સ્થિતિને વધારે ટચી બનાવે છે.