મુંબઈઃ રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’૫ ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ અને ખૂબ જ લોકપ્રિય બની ગઈ છે. પાંચ દિવસમાં જ ફિલ્મે અસાધારણ અને દમદાર કમાણી કરી છે. પાંચમા દિવસનું ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન સામે આવ્યું છે. ફિલ્મે માત્ર પાંચ દિવસમાં જ ઘણી ફિલ્મના ઓપનિંગ રેકોર્ડ તોડી નાખ્યા છે. ફિલ્મને વિવેચકો અને દર્શકો બંને તરફથી ખૂબ જ સારી દાદ મળી છે. પરિણામે, તે જંગી કમાણી કરી રહી છે. રણવીર અને ધુરંધરની આખી સ્ટાર કાસ્ટને ખૂબ જ સારી પ્રશંસા પ્રાપ્ત થઈ રહી છે. હવે દર્શકો ફિલ્મના બીજા ભાગની રાહ જોઈ રહ્યા છે.

પાંચ દિવસમાં 150 કરોડની કમાણી
સમગ્ર ફિલ્મે પાંચ દિવસમાં 150 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. પાંચમા દિવસે ફિલ્મનું એક દિવસનું ક્લેક્શન 26.50 કરોડ રહ્યું છે.પહેલા જ દિવસે ફિલ્મે 28 કરોડની દમદાર કમાણી કરી હતી.એ પછી 32 કરોડ, ત્રીજા દિવસે 43 કરોડ અને ચોથા દિવસે 23.25 કરોડ રહ્યું છે. ફિલ્મની સ્ટારકાસ્ટ પણ ધુરંધર છે. આર. માધવન, રાકેશ બેદી, સંજય દત્ત, અર્જુન રામપાલ, રણવીર સિંહ અને અક્ષય ખન્ના. અક્ષય કુમારની ફિલ્મ ફોર્સે 112.75 કરોડની કમાણી કરી હતી. જ્યારે સલમાન ખાનની સિકંદરે 109.83 કરોડની કમાણી કરી હતી. તાજેતરમાં જ આવેલી આયુષ્માન ખુરાનાની ફિલ્મ થામાએ 134 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.આ તમામ ક્લેક્શન કરતા ધુરંધર ફિલ્મનું ટોટલ ક્લેક્શન વધારે છે. જોકે, ફિલ્મના ડાયલોગ પણ દમદાર છે.લૈયારી ચલાઓ તો…કરાંચી તુમ્હારા, કરાંચી ચલાઓ તો મુલ્ક તુમ્હારા

ફિલ્મમા્ં છૂટછાટ લીધી
ફિલ્મ નિર્માતા આદિત્ય ધરે પાકિસ્તાનમાં ચાલતી ગૅંગવોરનો ઊંડો અભ્યાસ કરીને ફિલ્મ તૈયાર કરી છે. જેમાં જાસુસને લગતી વાતમાં ઘણા કિસ્સાઓ ભેગા કરવામાં આવ્યા છે. કંધાર પ્લેન હાઈજેકથી લઈને તાજ અટેક સુધીની વાત છે. ફિલ્મની સ્ટોરી ગૅંગવોરની સાથે પાકિસ્તાનમાં સત્તા માટે ચાલતા કાવતરા, ખોટા ધંધા, ડ્રગ્સ, વેપન સ્મલિંગ અને માફિયાગીરીનું ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે. મેન પાવન અને સત્તા પાછળના ખુની ખેલનું દમદાર ફિલ્માંકન છે. આદિત્યએ ફિલ્મને લઈને ઘણી છૂટ લીધી છે પણ ઘણા એવા સત્યઘટનાના કિસ્સા ફિલ્મ પદડે રજૂ કર્યા છે. ફિલ્મની સ્ક્રિપ્ટમાં જૂજ રોમાંસ છે પણ કાવતરા સાથે બદલી સ્ક્રિન પ્રેઝન્સમાં દરેક પાત્રનું એક દમદાર વજન છે.