મુંબઈઃ બોક્સ ઓફિસ પર કમાણીના મામલે રેકોર્ડ તોડનારી ફિલ્મ ધુંરધરે 21 દિવસમાં કરોડોની કમાણી કરી છે. જોકે, સૌથી વધારે ચર્ચા અક્ષય ખન્નાની થઈ રહી છે. ફિલ્મમાં ડોંગાનો રોલ પ્લે કરનારા નવીન કૌશિકે સેટ પર થતી વાતનો ખુલાસો કર્યો છે. નવીને કહ્યું કે, અક્ષય ખન્ના રણવીરસિંહ પર ભારી પડ્યા હતા. શુટિંગ દરમિયાન જ રણવીરસિંહને (Dhurandhar) જાસુસીનું ટાસ્ક આપી દેવામાં આવ્યું હતું.એટલું જ નહીં શુટિંગ દરમિયાન જે ભીડ થતી એને મેનેજ કરવામાં પણ રણવીરસિંહ કામ કરતા..

માત્ર ફિલ્મમાં જ નહીં હકીકતમાં પણ શાંત
આ ફિલ્મમાં રણવીરસિંહનું પાત્ર એકદમ શાંત દર્શાવાયું છે. નવીન કહે છે કે, તે માત્ર ફિલ્મમાં જ નહીં પણ સેટ ઉપર પણ એટલા જ શાંત રહેતા. ડાઉન ટુ અર્થ માણસ છે. આમ ભલે તે મસ્તીખોર રહ્યા પણ આ ફિલ્મને લઈને એની ઈમેજ એકદમ શાંત રહી છે. પોતે એક સ્ટાર છે એવું ક્યારેય એમણે બિહેવ નથી કર્યું. જ્યારે રેલી વાળો સીન શુટ કરવામાં આવ્યો એ સમયે રણવીર ખુદ ક્રાઉડ મેનેજ કરવા લાગ્યા હતા. લોકો વચ્ચે હોવા છતાં તે એકદમ શાંત અને સામાન્ય માણસ જેવા હતા. એમના શુટિંગના દ્રશ્યો પૂરા થઈ ગયા હોવા છતાં તે છેક સુધી રોકાતા અને મદદ પણ કરતા હતા. રણવીરને ખ્યાલ હતો કે, જો તે પોતાને સ્ટાર તરીકે રજૂ કરશે તો બીજા એક્ટર અને કલાકારોને પણ થોડી મુશ્કેલી પડી શકે છે.

હમજાનું પાત્ર દમદાર
હમજાના પાત્રમાં રણવીર એકદમ શાંત છે પણ ગૅંગમાં જઈને બધાને પોતાના દોસ્ત બનાવી લે છે. જોકે, સેટ ઉપર પણ તેઓ બધાની સાથે મિત્ર ભાવથી વાત કરતા હતા. જ્યારે અક્ષય ખન્નાની એન્ટ્રી હતી એ સમયે રણવીરસિંહે એક પણ સ્ટેપ કર્યા વગર વૉક જ કરી હતી. આવું એટલા માટે કર્યું કારણ કે, એનું પાત્ર એક સાઈડ રોલ તરીકે ત્યાં પ્લે થયું છે. એક જાસુસની ભૂમિકામાં હોય ત્યારે એની બારીકી પણ એના પાત્રને અસર કરે છે. પડછાયાનો પણ પિછો કરવાનું એનું કામ છે એટલા માટે તેણે એક પણ સ્ટેપ કર્યા વગર અક્ષય સાથે એન્ટ્રી કરી હતી. એ સમયે જ્યારે દરેક વ્યક્તિ ડાંસ કરે છે ત્યારે રણવીર કોઈ જ એક્શન રીએક્શન આપ્યા વગર સ્ટેબલ રહે છે.