મોરબીઃ મોરબી મહાનગર પાલિકાએ દબાણ દૂર કરીને રસ્તા ખુલ્લા કરવા માટે પગલાં શરૂ કર્યા છે. લીલાપર ચોકડી પાસે ડિમોલીશન કરીને રસ્તા પહોંળા કરવામાં આવ્યા હતા. દુકાન, કાચા મકાન, છાપરા અને આટલા પર બુલ્ડોઝર ફેરવીને જમીનદોસ્ત કરાયા હતા. દબાણ હટાવીને રસ્તાઓ ખુલ્લા કરવાની કામગીરીમાં આ કામગીરી ઘણા સમયથી કરવાની બાકી હતી. વન વીક વન રોડ ઝુંબેશ અંતર્ગત આ એક્શન લેવામાં આવ્યું હતું.
લીલાપર ગામ સુધી ડિમેલિશન
નવેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં લીલાપર ગામ સુધી ડિમોલીશન કરાયું હતું. જેમાં બાકી રહેલી કામગીરીમાં લીલાપર ચોકડી પાસે ગેરકાયદેસર દબાણને દૂર કરીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે. દબાણને કારણે ભારે ટ્રાફિકની સમસ્યાઓ થતી હતી. આ ગંભીર સમસ્યાને ધ્યાને લેતા મહાનગર પાલિકાની ટીમે પોલીસ ટીમને સાથે રાખીને દુકાન, કાચા મકાન, છાપરા, શેડ તેમજ ઓટલા તોડી પાડ્યા હતા. સમગ્ર વિષય પર કોર્પોરેશન કમિશનર સ્વપ્નિલ ખેરે જણાવ્યું હતું કે, મોરબીથી લીલાપર ગામ સુધી બે અઠવાડિયા પહેલા ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. લીલાપર ચોકડી પાસે છેલ્લા ઘણા સમયથી સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યા હતા. જેને તોડી પાડીને સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે.