નવી દિલ્હી: દેશના લાખો પીએફ ધારકો માટે (EPFO Account) મહત્વના સમાચાર સામે આવ્યા છે. આ અંગે કેન્દ્રીય શ્રમ રોજગાર મંત્રી ડો.મનસુખ માંડવિયાએ પીએફ ઉપાડ પ્રક્રિયાને સરળ બનાવવા અંગે વાત કરી છે. આગામી માર્ચ માસ સુધી પીએફને યુપીઆઈ સાથે લિંક કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.જેનો સીધો લાભ લાખો પીએફ ધારકોને થવાનો છે. કર્મચારી આ પીએફની બચતના નાણાં એટીએમથી ઉપાડી શકશે.આવું કરવાથી લોકોને એમની બચતના નાણા એમના સમયે મળી રહેશે. પેસા ઉપાડવાની સમગ્ર પ્રક્રિયા સરળ બનશે.

કેન્દ્રીય મંત્રીની મોટી સ્પષ્ટતા
આ અંગે કેન્દ્રીય મંત્રીએ સ્પષ્ટતા કરી કે, પીએફ ધારક તેમના કુલ જમા રકમમાંથી 75 ટકાનો ઉપાડ કરી શકશે.આ માટે જે તે બેંક ખાતાની જરૂર પડશે. આ પીએફ કર્મચારીની મહેનતની કમાણી છે. જે તેમના પગારમાંથી કપાઈને જમા થાય છે. અત્યાર સુધી પીએફ ઉપાડવાની પ્રક્રિયા થોડી અટપટી હતી. જેને હવે એટીએમ મારફતે ઉપાડવાની સગવડ આપીને સરળ બનાવી દેવાઈ છે. અનેક લોકો ફોર્મ ભરતા ભરતા જ થાકી જાય છે. જેમાં પીએફ ઉપાડ માટે અનેક પ્રકારના ફોર્મ ભરવા પડતા હતા. જેને જોતા સરકાર ધીરે ધીરે નિયમોમાં ફેરફાર કરી રહી છે. તેમજ EPFO હવે 75 ટકા નાણા કોઈ પણ મુશ્કેલી વિના ઉપાડી શકાય છે.

25 ટકા પૈસા જમા રાખવા જરૂરી
જયારે પીએફ 25 ટકા નાણા જમા રાખવા અંગે પણ કેન્દ્રીય મંત્રીએ જવાબ આપ્યો હતો. મંત્રીએ ઉમેર્યું હતું કે, આ રકમ કર્મચારીના હિતમાં તેની નોકરીનું સાતત્ય જળવાઈ રહે તે માટે રાખવામાં આવે છે. જેમાં જો કોઈ જો કર્મચારી સાત મહિના બાદ નોકરી છોડે છે. તેમજ સમગ્ર રકમ ઉપાડી લે છે. તેમજ થોડા લે સમય બાદ ફરી નોકરીમાં જોડાય છે. ત્યારે તે પેન્શન માટે હકદાર બનતો નથી. પેન્શન માટે 10 વર્ષની સતત નોકરી જરૂરી છે. તેથી 25 ૨કમ જમા રાખવામાં આવે છે. નવી નોકરી મળે ત્યાં સુધી તેને સુરક્ષા મળે છે. જેનાથી પેન્શનનો હકદાર બને છે. સરકાર પીએફ અને યુપીઆઈ અને એટીએમ સાથે લિંક કરવા સંપૂર્ણપણે તૈયાર છે. આ પ્રક્રિયા ચાલુ અને કર્મચારીઓ માર્ચ પહેલાં એટીએમમાંથી પીએના નાણા ઉપાડી શકશે. માર્ચ મહિનામાં જ નાણાકીય વર્ષ પૂર્ણ થાય છે એટલે નવા નાણાંકીય વર્ષમાં આ એક મોટો ફાયદો કર્મચારીઓને મળવા જઈ રહ્યો છે.