NRI ટ્રેંડિગ ન્યૂઝ

Gandhinagar News: PSI ભરતીનું ફાઈનલ પરિણામ જાહેર કરાયુ, 95 ઉમેદવારોને વેઈટિંગ લિસ્ટમાં મુકાયા

ગુજરાત પોલીસ ભરતી બોર્ડે બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) ભરતી પ્રક્રિયાના અંતિમ પરિણામની જાહેરાત કરી છે.જાહેરાત ક્રમાંક GPRB/202324/1 હેઠળ કુલ 472 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 472 જગ્યાઓ માટે પ્રથમ તબક્કામાં 4 લાખ 60 હજારથી વધુ ઉમેદવારો જોડાયા હતા. જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2025 દરમિયાન યોજાયેલા શારીરિક કસોટીથી લગભગ 1 લાખ ઉમેદવારો લેખિત પરીક્ષા માટે લાયક ઠર્યા હતા. બાદમાં, 13 એપ્રિલ, 2025ના રોજ 200 ગુણના MCQ અને 100 ગુણના સબજેક્ટિવ વિભાગ સાથે કુલ 300 ગુણની લેખિત પરીક્ષા લેવામાં આવી હતી.

95 ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું
પરીક્ષાની નીતિ અનુસાર કુલ 1025 ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણી 5 ફેબ્રુઆરીથી 10 ફેબ્રુઆરી, 2025 દરમિયાન પૂર્ણ કરવામાં આવી હતી. આ પ્રક્રિયા પછી, 23 ફેબ્રુઆરી, 2025ના રોજ પ્રોવિઝનલ પરિણામ જાહેર થયું અને ઉમેદવારો પાસેથી વાંધા-સૂચનો મેળવવામાં આવ્યા. અંતિમ સમીક્ષાને કારણે હવે બોર્ડે ફાઇનલ સિલેક્શન લિસ્ટ જાહેર કર્યો છે. આ લિસ્ટમાં કુલ 472 ઉમેદવારોની ફાઇનલ સિલેક્શન લિસ્ટ અને 95 ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. પસંદગી પામેલા ઉમેદવારોની નિમણૂક અંગેની આગળની કાર્યવાહી પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા હાથ ધરવામાં આવશે.

admin01

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »