ગાંધીનગર ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gandhinagar News: ગોપાલ ઈટાલિયાને હર્ષ સંઘવીનો જવાબ, ચોપડી ભલે ઓછી વાંચી હોય પણ જૂતૂ ફેંકવાનું શીખ્યા નથી

ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ પૂર્ણ થયા બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવતા ગૃહમાં ચર્ચાનો માહોલ ગરમાયો હતો. તેમના નિવેદન બાદ સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે તીખી દલીલો અને રાજકીય ટિપ્પણીઓનો માહોલ જોવા મળ્યો.ગોપાલ ઇટાલિયાએ ગૃહમાં બોલતા જણાવ્યું કે તેઓ માત્ર ‘8 પાસ’ નથી, પરંતુ BA-LLB સુધીનું શિક્ષણ લીધેલું છે. તેમણે કહ્યું કે ભણતર હોવાના કારણે તેઓ પોતાને સમજદાર માને છે, પરંતુ કોઈને નાનો બતાવીને પોતાને મોટું સાબિત કરવાની તેમની મનશા નથી.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી
આ નિવેદન બાદ ગૃહમાં ચર્ચા વધુ ઉગ્ર બની હતી. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી. તેમણે ટિપ્પણી કરતા કહ્યું કે કોઈએ કદાચ ઓછી ચોપડીઓ વાંચી હોય, પરંતુ અહીં કોઈને જૂતું ફેંકવાનું શીખવવામાં આવતું નથી. આ બંને નિવેદનો બાદ ગૃહમાં થોડો સમય સુધી રાજકીય તણાવપૂર્ણ માહોલ રહ્યો હતો અને સભ્યો વચ્ચે વાદ-વિવાદ પણ વધ્યો હતો.

admin01

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »