ગાંધીનગર ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gandhinagar News: રાજ્યની સ્કૂલો, કોર્ટ અને કચેરીઓને ધમકી આપનારા આરોપી અંગે ક્રાઈમ બ્રાંચના મોટા ખુલાસા

સમગ્ર ગુજરાતમાં કોર્ટ, કચેરીઓ, સ્કૂલો અને એરપોર્ટ સહિતની જાહેર જગ્યાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર આરોપી આખરે પોલીસના હાથે લાગી ગયો છે. પોલીસે સૌરવ બિશ્વાસની પશ્ચિમ બંગાળમાંથી ધરપકડ કરી લીધી છે. પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપીએ સ્કૂલો અને કોર્ટને ઈમેલ કરીને ધમકી ભર્યા મેસેજ કર્યા હતાં. આરોપીએ મોકલેલા ધમકીભર્યા મેસેજમાં કેટલાક મેસેજ ખાલીસ્તાનને સમર્થન હોવાનું દર્શાવતા હતાં. આ આરોપીનું સાચુ નામ માઈકલ બિશ્વાસ હોવાનું પણ ક્રાઈમ બ્રાંચને જાણવા મળ્યું છે. આ આરોપી ડોલર કમાવવા માટે આઈડી બીજા દેશના લોકોને વેચતો હતો.

પોલીસે આતંકવાદી પ્રવૃત્તિઓ અંગેનો ગુનો દાખલ કર્યો
જેસીપી શરદ સિંઘલે પત્રકારોને જણાવ્યા પ્રમાણે અમદાવાદમાં થયેલા સાત ગુનાનો ભેદ આ આરોપીની પુછપરછ બાદ ઉકેલાયો છે. તેણે સુરત, રાજકોટ અને વડોદરા સહિત અન્ય રાજ્યોમાં પણ ધમકી ભર્યા મેઈલ કર્યા હતાં. જેથી હવે અન્ય રાજ્યોની પોલીસ પણ આ આરોપીની પુછપરછ કરશે. જેસીપી શરદ સિંઘલે ઉમેર્યું હતું કે, પોલીસને 15 દિવસ પહેલા જ આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી હતી. સાયબર ક્રાઈમ દ્વારા USDT અને હવાલાને લઈને તપાસ કરવામાં આવી રહી છે. આ રેકેટમાં USDTમાં ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું હતું. આરોપી 2021માં કોરોનાકાળમાં બાંગ્લાદેશથી ભારત આવ્યો હતો. આરોપીની પુછપરછ દરમિયાન તપાસમાં 50થી 60 જેટલા ઈમેલ પોલીસને મળી આવ્યા છે. પોલીસે આતંકવાદી પ્રવૃત્તિઓ અંગેનો ગુનો દાખલ કર્યો છે. આરોપીની બહેન પણ આ રેકેટમાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે. સાયબર ક્રાઈમે પોતે USDT આપીને આરોપીને ઝડપી પાડવા પ્લાન બનાવ્યો હતો. આરોપીના ઘરેથી પોલીસે હાઈ પ્રોસેસ કોમ્પ્યુટર અને હાર્ડ ડિસ્ક ઝડપી લીધી છે. સાયબર ક્રાઈમ દ્વારા નેશનલ એજન્સીને પણ જાણ કરવામાં આવી છે.

admin01

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »