ગાંધીનગર ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gandhinagar News: વિદેશમાં નોકરીના બહાને યુવકોને સાયબર ફ્રોડમાં ધકેલતી ગેંગના બે આરોપી ઝડપાયા

ગાંધીનગર સ્થિત સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સે આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સાયબર ઠગાઈ સાથે સંકળાયેલી ગેંગનો ભંડાફોડ કરીને બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. મળેલી માહિતી મુજબ આરોપીઓ બેરોજગાર યુવકોને વિદેશમાં ઊંચા પગારની નોકરીનો લાલચ આપી તેમને કોમ્બોડિયા, મ્યાનમાર અને લાઓસ જેવા દેશોમાં લઈ જતા હતા. સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સને મળેલી માહિતીના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ સોશિયલ મીડિયા, વોટ્સએપ અને ટેલિગ્રામ જેવા પ્લેટફોર્મ મારફતે યુવકોનો સંપર્ક કરતા અને વિદેશમાં IT કંપનીમાં ડેટા એન્ટ્રી જેવી નોકરી આપવાનો વિશ્વાસ અપાવતા હતા. ત્યારબાદ યુવકોને વિદેશ લઈ જઈ તેમના પાસપોર્ટ અને મોબાઇલ કબજે કરી કેમ્પમાં રાખવામાં આવતા હતા.

ધ્રુવ ડોબરિયા અને કૌશિક પેઠાણી નામના બે આરોપીઓને ઝડપી લેવાયા
ત્યાં તેમને બળજબરીપૂર્વક ઓનલાઈન સાયબર ફ્રોડ,ક્રિપ્ટોકરન્સી સ્કેમ અને ઇન્વેસ્ટમેન્ટ ઠગાઈ જેવા ગુનાઓ કરવા મજબૂર કરવામાં આવતા હતા. કામ કરવા ઇન્કાર કરનાર લોકોને શારીરિક અને માનસિક રીતે હેરાન કરવામાં આવતા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓ આંતરરાષ્ટ્રીય સાયબર સિન્ડિકેટ અને ચાઇનીઝ સાયબર માફિયા સાથે જોડાઈને આ ગુનાઓ આચરતા હતા. આ કેસમાં ધ્રુવ ડોબરિયા અને કૌશિક પેઠાણી નામના બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે અને તેમની પાસેથી બે આઇફોન મોબાઇલ કબજે કરવામાં આવ્યા છે. સમગ્ર કાર્યવાહી CID ક્રાઇમના માર્ગદર્શન હેઠળ સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સની ટીમ દ્વારા કરવામાં આવી હતી.પોલીસે યુવાઓને વિદેશમાં નોકરીના લાલચથી સાવચેત રહેવા અને અજાણ્યા સોશિયલ મીડિયા મેસેજ અથવા ઓફરો પર વિશ્વાસ ન કરવા અપીલ કરી છે.

admin01

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »