અમદાવાદ મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gold And Silver Price: માર્કેટ ખૂલતા જ કડાકો, ચાંદીમાં ₹8500 તો સોનામાં ₹1500નો ઘટ્યા

Share market Silver price

અમદાવાદઃ સોમવારનો દિવસ રોકાણકારો માટે નિરાશાજનક રીતે શરૂ થયો છે. માર્કેટ શરૂ થતાં જ સોના અને ચાંદીના ભાવને લઈને માઠા સમાચાર આવ્યા છે. બજાર ખુલતાની સાથે જ મહત્ત્વની બે કિંમતી ધાતુના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ખાસ કરીને ચાંદીના ભાવમાં મોટું ગાબડું પડ્યું છે. માર્કેટ શરૂ થતાં જ ચાંદીના ભાવમાં મોટો કડાકો બોલી ગયો હતો. ચાંદીનો અગાઉનો બંધ ભાવ (Prev. Close) ₹2,44,360.00 હતો, જેની સામે આજે બજાર ₹2,38,489.00 પર ખૂલ્યું હતું. બજાર ખુલતાની સાથે જ ચાંદીના ભાવમાં સીધો ₹5000થી વધારે ભાવનો ઘટાડો નોંધાયો હતો. ચાંદીનો ભાવ સવારે 11.30 કલાકે ₹2,35,789ને સ્પર્શી ગયો હતો. અત્યાર સુઘીમાં ચાંદીના ભાવમાં કુલ ₹8571 ઘટી ચૂક્યા છે. જેના કારણે રોકાણકારો ચિંતામાં છે.

સોનાના ભાવમાં પણ મોટો ઘટાડો

ચાંદીની સાથે સોનાના ભાવમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. સોનામાં ભાવ ઘટાડો થતા રોકાણકારોને સીધી અસર થઈ છે. સોનાનો અગાઉનો બંધ ભાવ ₹1,55,895.00 પ્રતિ 10 ગ્રામ હતો. સોમવારે સોનું ₹1,54,999.00 ના ભાવે ખૂલ્યું હતું. બજાર ખુલતાની સાથે જ સોનામાં અગાઉના બંધ ભાવની સરખામણીએ ₹896નો ઘટાડો જોવા મળ્યો હતો. આ પછી સોનાના ભાવમાં મોટો ઘટાડો થયો હતો. સોનામાં પણ તેના પાછલા બંધ ભાવથી ₹1,500થી વધુનો કડાકો જોવા મળ્યો છે, જોકે સમાચાર લખવા સુધીમાં સોનામાં થોડીક રિકવરી દેખાઈ હતી અને તેની કિંમત ₹1,54,687 રૂપિયા પર ટ્રેડ થવા લાગી હતી.

admin01

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »