નવી મુંબઈઃ આંતરરાષ્ટ્રીય બજારમાં અને સ્થાનિક બજારમાં સોનાના ભાવ ફરી એકવાર ટોચની સપાટીએ છે. જેની સીધી અસર લગ્ન સીઝન પર પડી છે. જે પરિવારમાં લગ્ન છે અને સોનું ખરીદવાનું વિચારી રહ્યા છે એમનું બજેટ આ વર્ષે ખોરવાયું છે. માર્કેટમાં થતી મોટી ઉથલપાથલને કારણે સોનાના ભાવમાં વધ-ઘટ સામે આવી છે. ભારતની મધ્યસ્થ બેંક આરબીઆઈ, ચીન, યુરોપ અને વિશ્વભરના અન્ય દેશો પાસેથી સોનું ખરીદવા માટે કોઈ કસર છોડી રહી નથી.સોનું આયાત કરવું પડે એવી સ્થિતમાં અંતે ભારતીય અર્થતંત્રને નુકસાન થશે એવું Business: અને Market એક્સપર્ટનું માનવું છે.

ભારત માટે સમસ્યા ઊભી કરી શકે
આ સોનું ખરીદવાના ઘસારાએ ભારત માટે સમસ્યા ઊભી કરી છે જેની સરકારે કદી પણ આશા રાખી ન હતી. ચાલું નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં ચાલું ખાતાની ખાધમાં વધારો થયો છે,આ વધારો નોંધપાત્ર હોવાનું માનવામાં આવે છે. ભારતની ચાલુ ખાતાની ખાધ, અથવા સીએડી, નાણાકીય વર્ષ 2026 ના બીજા કવાર્ટરમાં ક્રમિક રીતે વધીને 12.3 બિલિયન ડોલર અથવા જીડીપીના 1.3 ટકા થઈ ગઈ છે. માર્કેટના નિષ્ણાંતો એવું માને છે કે સર્વિસ એક્સપોર્ટ અને રેમિટન્સમાં મજબૂત વૃદ્ધિ થઈ છે તેમ છતાં પણ આ ખાધ વધી છે. મૂડી ખાતાનો સરપ્લસ ઘટીને 0.6 બિલિયન ડૉલર અથવા જીડીપી 0.1 ટકા થયો છે.
વાણિજ્ય સચિવનો મત
FDI અને FPI એમ બન્નેના નબળા વિદેશી રોકાણની અહીં ખાસ નોંધ લેવામાં આવી છે. નબળા નાણાકીય પ્રવાહને લઈને ભારતીય ચલણમાં ચૂકવણી સંતુલન 11 બિલિયન ડૉલરની ખાધમાં સરક્યું છે. ટૂંકમાં ભારતીય પૈસામાં ચૂકવણી વધી છે. સોના અને ચાંદીની આયાતમાં વધારાને કારણે દેશની કુલ આયાતમાં વધારો થયો છે. ઓક્ટોબરમાં ભારતની સોનાની આયાત વધીને $14.72 બિલિયન થઈ છે.એક વર્ષ પહેલા આ જ મહિનામાં તે $4.92 બિલિયન હતી. વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે જણાવ્યું હતું કે ઓક્ટોબરમાં ભારતની અમેરિકામાં નિકાસ ઘટીને $6.3 બિલિયન થઈ ગઈ છે, જે ગયા વર્ષના સમાન મહિનામાં $6.9 બિલિયન હતી.

ટકાવારીની વિગત
એપ્રિલ-ઓક્ટોબર 2025 દરમિયાન, દેશની નિકાસ 0.63 ટકા વધીને $254.25 બિલિયન થઈ છે. દરમિયાન, આયાત 6.37 ટકા વધીને $451.08 બિલિયન થઈ છે. યુએસ ટેરિફ લાદવાના કારણે અકાળ માંગને કારણે ઓક્ટોબરમાં એકંદર નિકાસમાં ઘટાડો થયો હતો. તહેવારોની મોસમનો મોટાભાગનો સ્ટોક 27 ઓગસ્ટ પહેલા જ સ્ટોક થઈ ગયો હતો. જેના કારણે ઓક્ટોબરમાં માંગમાં ઘટાડો થયો હતો. GJEPC ને અપેક્ષા છે કે નવેમ્બરમાં નિકાસ ફરી વધશે, જેનું કારણ ચીની બજારની ધીમે ધીમે રિકવરી અને અન્ય મુખ્ય બજારોમાં ક્રિસમસ માંગ છે.