અમિત ખૂંટ આપઘાત કેસમાં રીબડાના રાજદિપસિંહ જાડેજાને ગોંડલ કોર્ટે જામીન આપતાં તેઓ જૂનાગઢ જેલમાંથી બહાર આવ્યા હતાં. ત્યાર બાદ તેઓ રીબડા ખાતે પહોંચ્યા હતાં. તેમનું ઢોલ નગારા અને ફટાકડા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે રીબડા પહોંચીને સૌ પ્રથમ હનુમાનજીના દર્શન કર્યા હતાં. ત્યાર બાદ આશાપુરા માતાજીના દર્શન કર્યા હતાં. પરિવારે તેમનું કુમ કુમ તિલક કરીને ફૂલહારથી સ્વાગત કર્યું હતું. મંદિરે દર્શન કર્યા બાદ તેઓ પોતાના નિવાસ સ્થાને પહોંચ્યા હતાં. તેમના નિવાસ સ્થાને મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હતાં.
ગોંડલ સેશન્સ કોર્ટે આપ્યાં શરતી જામીન
ગોંડલના અમિત ખૂંટ આપઘાત કેસમાં મુખ્ય આરોપી રાજદિપ સિંહ જાડેજા 72 દિવસના જેલવાસ બાદ મુક્ત થયા છે. તેમણે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. જેમાં રાહત નહીં મળતાં આખરે સરેન્ડર કર્યું હતું. 13મી નવેમ્બરે રિમાન્ડ પૂર્ણ થતાં જ તેમને જેલ હવાલે કરાયા હતાં. કોર્ટમાં બંને પક્ષે ધારદાર દલીલો થઈ હતી. ત્યાર બાદ કોર્ટે બંને પક્ષોની દલિલો સાંભળ્યા બાદ બચાવ પક્ષની દલીલોને મંજૂર રાખીને રાજદીપસિંહના જામીન મંજૂર કર્યા હતાં. કોર્ટે તેમના શરતી જામીન મંજૂર કર્યા છે.