ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gujarat News: આ છે લગ્ન નોંધણીના નવા સૂચિત નિયમો, જાણો કેવા કરાયા ફેરફાર

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે વિધાનસભામાં લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફાર કર્યા અંગે માહિતી આપી હતી. તેમણે નવા નિયમો અંગે વાત કરી હતી. ગૃહમાં તેમણે કહ્યું હતું કે, સરકારે વિવિધ સમાજ અને સંસ્થાઓની રજૂઆતોને ધ્યાને લઈને લગ્ન નોંધણીના નિયમોમાં સુધારો કર્યો છે. લોકો પાસેથી આ માટે વાંધા સૂચનો મંગાવાયા છે. એક મહિનામાં લોકો આરોગ્યચ વિભાગની વેબસાઈટ અને લગ્ન નોંધણીના નિયમો માટે સૂચનો આપી શકશે. હર્ષ સંઘવીએ આજે લગ્નના નિયમોમાં ફેરફાર ગૃહમાં રજૂ કર્યા હતા.

સુચિત નવી લગ્ન નોંધણી પધ્ધતિ

લગ્ન નોંધણીની અરજી બંને પક્ષકારી અને બે સાક્ષીઓની સહીથી રજૂ કરવાની રહેરી અરજી કાયદેસર રીતે નીટરાઈઝ કરીને રજૂ કરવાની રહેશે અને તેમની સાથે બંને પક્ષ દ્વારા કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા ઓળખના પુરાવા જેવા કે ડ્રાઇવિંગ થાઇસંસ, પાસપોર્ટ, ફોટી ઓળખ પત્ર આપવાના રહેશે. સરકાર દ્વારા દરેક લગ્ન નોંધણી જે તે કુકુમત ધરાવતા આસિસ્ટંટ રજીસ્ટ્રાર સમક્ષ રજૂ કરવામાં આવશે અને આ લગ્ન નોંધણી અરજીનો નમૂનો-1(આઇ) મુજબ વિગતો અને દસ્તાવેજો સાથે રજૂ કરવાના રહેશે.

પોસ્ટ દ્વારા પક્ષકારોને પહોંચાડવામાં આવશે

આસિસ્ટન્ટ રજિસ્ટ્રારને ખાતરી/સંતોષ થયેથી દસ કામકાજના દિવસોમ વ્યવહારુ શક્ય બને તે રીતે વર-વધુના માતા-પિતાને જાણ કરવામાં આવશે અને તે જાણ ઇલેક્ટ્રોનિક રીતે કે ભૌતિક વ્યવહારુ રીતે કરવામાં આવશે.  આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર આ અરજી મળ્યાથી તે સબંધિત જીલ્લા કે તાલુકાન રજિસ્ટ્રારને મોકલી આપશે. રજીસ્ટારને ખાતરી થયેથી પેટા નિયમો (૧ થી ૭) મ દર્શાવ્યા મુજબની પુર્તતા થયા બાદ ૩૦ દિવસ પુર્ણ થયેથી લગ્ન નોંધણી કરવામાં આવશે. રજિસ્ટ્રાર દ્વારા આ તમામ વિગતો સરકારશ્રી દ્વારા બનાવવામાં આવનાર ઓનલાઇન પોર્ટલ ઉપર મુકવામાં આવશે અને તે માટે સિરિયલ નંબર, પેજ નંબર, વોલ્યુમ સહિતની વિગતો મૂકવામાં આવશે. ઉપરોક્ત કાર્યવાહી પુર્ણ થયેથી રજિસ્ટ્રાર દ્વારા લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર ફોર્મ-૨ મુજબ તૈયાર કરવામાં આવશે અને આ પ્રમાણપત્ર વ્યક્તિગત રીતે કે પોસ્ટ દ્વારા પક્ષકારોને પહોંચાડવામાં આવશે.

 

વર-વધુ અને સાક્ષીઓના આધાર કાર્ડ.

વર-વધુએ જન્મનું પ્રમાણપત્ર કે શાળા છોડયાનું પ્રમાણપત્ર

લગ્નની કંકોત્રી કે આમંત્રણ પત્રિકા

વર-વધૂના અલગ અલગ રીતે બે પાસપોર્ટ સાઇઝના ફોટો.

વર-વધુની લગ્ન વિધિ દર્શાવતો લગ્ન સમયનો ફોટોગ્રાફ.

સાક્ષીઓના તાજેતરના બે પાસપોર્ટ સાઇઝના ફોટા

અરજી સાથે વર-વધુએ તેમના માતા-પિતાને આ લગ્ન બાબતે જાણ કરેલ છે. કે કેમ તે અંગેનું ડિક્લેરેશન.

વર-વધુએ માતા-પિતાના નીચે દર્શાવલ દસ્તાવેજો રજુ કરવાના રહેશે.

માતા/પિતાનું આધાર કાર્ડ

પિતાનું પૂરું નામ.

પિતાનું સામાન્ય રીતે રહેવાનું સરનામું પૂરી વિગતો સાથે.

પિતાની મોબાઈલ નંબર

માતાનું પૂરુ નામ

માતાનું સામાન્ય રીતે રહેવાનું સરનામું પૂરી વિગતો સાથે.

માતાના મોબાઈલ નંબર

admin01

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »