અમદાવાદ મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad: Cheers કહેવું મોંઘુ થશે, હેલ્થ લિકર પરમિટ ફી માં તોતિંગ વધારો

અમદાવાદઃ હેલ્થ લીકર પરમિટ ફીમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં નવી પરમિટ માટેની ફી જે અગાઉ 20,000 હતી જેને વધારીને 25000 કરવામાં આવી છે. જ્યારે રીન્યૂઅલ ફી 14000 હતી એ વધારીને 20 હજાર કરી દેવામાં આવી છે. નવી પરમિટમાં વધારાના 5 હજાર જ્યારે રીન્યૂઅલ માટે 6 હજાર વધારે ચૂકવવા પડશે. આ નિર્ણયને કારણે સરકારી તિજોરી છલકાશે. અમદાવાદ સિવિલમાં આ વર્ષએ દારૂના સેવન માટે હેલ્થ લીકર પરમિટની 3643 અરજી આવી હતી. જે પેટે સરકારને 5.69 કરોડની આવક થઈ છે.

Gujarat Liquor Permit

ફીમાં વધારો

ગત વર્ષે 3499 અરજી મંજૂર થઈ હતી.આમ એક વર્ષમાં લીકર પરમિટ ધારકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હતો. ઊંઘ ન આવવી, હાયપર ટેન્શન સહિતના વિવિધ કારણોસર દારૂના સેવન માટે લીકર પરમિટ આપવામાં આવે છે. અમદાવાદ સિવિલ મેડિસિટીમાં લીકર પરમિટ ફીમાં વધારો કરાયો છે. આ અંગે ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, લીકર પરમિટની ફીમાં વધારો થયો છે. નવી અરજીમાં 25 હજાર અને રીન્યૂઅલ માટે 20 હજાર લેવાનો નિર્ણય કરાયો છે. 17 મી નવેમ્બરથી આ નિર્ણયનો અમલ શરૂ થઈ ગયો છે. જેમ જેમ ઉંમર વધે એમ દારૂના યુનિટની સંખ્યા વધતી જતી હોય છે. વારંવાર ધક્કા ન ખાવા પડે એ માટે મહત્તમ મર્યાદા થતી હોય એ નિયત ધોરણ પ્રમાણે લિકર મળશે.

Gujarat Liquor Permit

ગતવર્ષની તુલનામાં મહિલાઓના નામે પરમિટ વધુ

આ વર્ષે 3643 અરજીમાંથી 3408 પુરૂષો અને 235 મહિલાઓનો સમાવેશ થાય છે. 40થી 50 વર્ષની વયે મહિને ત્રણ યુનિટ 50થી 65 વર્ષની વયે મહિને ચાર યુનિટ, 65 વર્ષ કરતા વધારે વય માટે મહિને પાંચ યુનિટ દારૂ મળે છે. પરમિટ માટે પણ સિવિલ હોસ્પિટલમાં ચેકિંગ કરાવવું અનિવાર્ય છે. મેડિકલ સર્ટિ. માટે હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતીને આમાંથી આવક થાય છે. ફીના ધોરણમાં એકસુત્રતા જળવાય એ માટે અમદાવાદમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. વર્ષ 2024માં 3499 અરજીઓ મંજૂર કરવામાં આવી હતી.એમાંથી 3280 પુરૂષો અને 219 મહિલોઓ હતી. આ વર્ષે 897 નવી અને 2746 જૂની અરજીઓ મંજૂર થઈ છે. વર્ષ 2024માં 3209 રીન્યુઅલ અને 290 નવી અરજી મંજૂર થઈ હતી. ગુજરાતના કાયમી રહેવાસીઓ માટે, જેમને ડૉક્ટરની સલાહ મુજબ સ્વાસ્થ્યના કારણોસર આ પરમિટ આપવામાં આવે છે. જોકે, જરૂરી તપાસ અને દરેક કેસની ખરાઈ કર્યા બાદ જ આ પરમિટ આપવામાં આવે છે.

admin01

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »