અમદાવાદઃ વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પોલીસ સ્ટેશનમાં દારૂ અને ડ્રગ્સ મુદ્દે પોલીસના બક્લ પટ્ટા ઉતારી દેવાના નિવેદન બાદ રાજકીય માહોલ ગરમાયો છે. મેવાણીએ હવે વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કરી બે નિવૃત્ત આઈપીએસને આડે હાથ લીધા છે. મેવાણીએ નિવૃત્ત આઈપીએસ મયંકસિંહ ચાવડા અને આર.બી. બ્રહ્મભટ્ટને ટોણો મારતા જણાવ્યું છે કે, આ બંને અધિકારીઓને પોલીસની ચિંતા હોય તો એક યુનિયન બનાવી ગાંધીનગરના પથિકા આશ્ર્મમાં ધરણાં પર બેસી જાઓ.