અમદાવાદ મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

New Year 2026: નવા વર્ષના પ્રથમ દિવસની શુભ શરૂઆત સૂર્યનમસ્કારથી, યોગ બોર્ડ દ્વારા લાઈવ સેશન

Yog Board Suryanamaskar

અમદાવાદઃ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તા. 1 જાન્યુઆરી 2026ના રોજ ‘નવા વર્ષના પ્રથમ સૂર્ય કિરણને નમસ્કાર’ કરવા એક ઉત્તમ આયોજન કરવામાં આવ્યું છે. સવારે 7થી 8 કલાકે YouTube Liveના માધ્યમથી નાગરિકો એક સાથે સૂર્ય નમસ્કાર કરશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ ઐતિહાસિક સત્રમાં જોડાઈ રાજ્યના યુવાધનને વધુ પ્રોત્સાહન આપશે. સહભાગી થનાર તમામ નાગરિકોને ડિજિટલ સર્ટિફિકેટ મળશે. પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણ હેઠળ યુવા પેઢી નવા વર્ષની પાર્ટી તરફ વળી છે એ સમયે પ્રાચીન ભારતીય યોગ સંસ્કૃતિ તરફ વાળવા માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. યોગ દિવસ સિવાય પણ આ દિવસો મોટી સંખ્યામાં યોગ તથા ફિટનેસ પ્રેમીઓ આ કાર્યક્રમ અંતર્ગત જોડાશે.

Yog Board Gujarat

આ છે વિશેષતા

આ કાર્યક્રમની સૌથી મોટી વિશેષતા એ છે કે, YouTube Live ના માધ્યમથી સમગ્ર પ્રસારણ થશે. રાજ્યના ખૂણે ખૂણેથી અનેક નાગરિકો જાડાશે, વિદ્યાર્થીઓ, ખેલાડીઓ તથા સરકારી કર્મચારીઓ પણ આ કાર્યક્રમમાં જોડાશે. નાગરિકો મોબાઈલ દ્વારા પણ આ કાર્યક્રમ સાથે જોડાઈ શકશે. દરેક વ્યક્તિ પોતાના ઘરમાં, અગાશી પર તથા ગાર્ડનમાં રહીને સૂર્ય નમસ્કાર કરી શકે છે. આમ યોગ સાથે નવા વર્ષનું સ્વાગત કરવામાં આવશે. આ કાર્યક્રમ થકી યુવા પેઢી તથા ઝેન ઝીને સંદેશો આપવાનો છે કે, 1 જાન્યુઆરી માત્ર વેસ્ટર્ન કલ્ચરની જેમ નવા કેલેન્ડર વર્ષને ઉજવવાનો નથી. આપણા શરીર અને મનનને ઊર્જાવાન બનાવવાનો છે. નવા વર્ષનો પહેલો દિવસ સૂર્ય નમસ્કાર કરવાનો છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કાર્યક્રમમાં સહભાગી થનાર દરેક નાગરિકોને ડિજિટલ સર્ટિફિકેટ આપવામાં આવશે.

લાઈવ સત્ર યોજાશે

લાઈવ સત્ર દરમિયાન લિંક દ્વારા જોડાનાર તમામ સહભાગીઓ પોતાનું આ સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકશે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજ્ય સરકારના વિવિધ વિભાગો, શિક્ષણ સંસ્થાઓ, રમતગમત એકેડેમી તથા સામાજિક સંસ્થાઓ પણ જોડાશે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, 1 જાન્યુઆરીના રોજ નવા વર્ષના પ્રથમ સૂર્યોદયને સૂર્ય નમસ્કાર સાથે જોડીને વધાવીએ. આ માટેના રજીસ્ટ્રેશન માટે https://suryanamaskar.gsyb.in ની મુલાકાત લો. યોગ દ્વારા વર્લ્ડ રેકોર્ડ થયા બાદ ફરી એકવાર નવા વર્ષને કંઈક અલગ રીતે વધાવવા માટે આરોગ્યલક્ષી અપીલ રાજ્ય સરકારના યોગ બોર્ડ દ્વારા કરવામાં આવી છે.

admin01

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »