ધર્મ ડેસ્કઃ સામાન્ય રીતે એક વર્ષમાં બાર પૂનમ હોય છે. વિક્રમ સવંત 2083માં અધિક માસ આવી રહ્યો છે. એટલે આવતા વર્ષે કુલ 13 પૂનમ છે. આ યોગને સવિશેષ યોગ માનવામાં આવે છે. વર્ષ 2026માં 13 પૂનમ આવશે. પૂનમના દિવસે જે તે ઈષ્ટદેવ અને માતાજીના દર્શન કરનારા લોકોને આ વખતે વધુ એક પૂનમના દર્શનનો લાભ મળી રહેશે. અધિક માસ હોવાને કારણે એક પૂનમ વધારે છે. ધર્મ તેમજ જ્યોતિષ શાસ્ત્રમાં પૂનમને શુભ માનવામાં આવે છે. વ્રત, પૂજા, ધ્યાન અને દાન માટે પૂનમને ગુણકારી માનવામાં આવે છે.

દર ત્રણ વર્ષે આવે છે સંયોગ
વર્ષ 2018, 2021 અને 2023માં 13 પૂનમ રહી હતી. 3 જાન્યુઆરીએ પોષ મહિનાની પૂનમ આવશે, 1 જાન્યુઆરીએ માઘ પૂર્ણિમા છે. 2 માર્ચે ફાગણ માસની પૂનમ છે. 2 એપ્રિલના રોજ ચૈત્રી પૂનમ છે. 1 મેંના રોજ વૈશાખી પૂનમ છે.31 મેના રોજ જેઠ મહિનાની પૂનમ છે. 29 જૂનના રોજ જેઠ મહિનાની બીજી પૂનમ છે. 29 જુલાઈના રોજ અષાઢી પૂનમ છે. 28 ઓગસ્ટના રોજ શ્રાવણ મહિનાની પૂનમ છે. 26 સપ્ટેમ્બરના રોજ ભાદરવી પૂનમ છે. 25 ઓક્ટોબરના રોજ શરદ પૂનમ છે. 24 નવેમ્બર ના રોજ કાર્તિક પૂર્ણિમા છે. 23 ડિસેમ્બરના રોજ માગશર મહિનાની પૂનમ છે. પૂનમના દિવસે લક્ષ્મીજીની પૂજાનું વિશેષ મહત્ત્વ છે. આ સાથે ભગવાન વિષ્ણુંના સ્વરૂપ અને ચંદ્રની પૂજા કરવામાં આવે છે. દર ત્રણ વર્ષે એક અધિક મહિનો આવે છે.

વર્ષ 2026માં અધિક માસ
આવતા વર્ષે જેઠ મહિનાનો આરંભ 22 મી મે થી શરૂ થાય છે. જે 29 જુન સુધી ચાલશે. આ દરમિયાન એક ખગોળીય યોગ પણ બની રહ્યો છે. અધિકમાસ 17 મેં થી ચાલું થઈ રહ્યો છે. જે 15 જુન સુધી ચાલશે. આ દિવસે સોમવાર આવે છે. હિન્દુ પંચાગ અનુસાર આવું ત્યારે બને છે જ્યારે સમગ્ર મહિના દરમિયાન એક એવા સમયે સૂર્ય કોઈ જ રાશિમાં પ્રવેશતો નથી. ચંદ્ર માસ અને સૌર માસની ગણનામાં જે અંતર હોય છે એને સંતુલિત કરવા માટે દર ત્રણ વર્ષે એકવાર અધિકમાસ આવે છે. આ માસને જપ, તપ, ઉપવાસ, એકટાણા, દાન અને આરાધનાનો મહિનો કહેવાય છે.