કોલંબોઃઆજે સુપર સંડે, કારણ કે ઈન્ડિયા-પાકિસ્તાન વચ્ચે કોલંબોમાં હાઈવોલ્ટેડ મેચ રમાવાની છે. ક્રિકેટ ફેન્સ માટે આ વીકએન્ડ કોઈ ફેસ્ટિવલથી કમ નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે આર પ્રેમાદાસ સ્ટેડિયમમાં મેચ રમાશે. બંન્ને ટીમ જોરદાર ફોર્મમાં છે. પાકિસ્તાન ક્રિકેટના કેપ્ટન સલમાન અલી અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ કઈ સ્ટ્રેટજીથી રમવાના છે એના પર સૌની નજર છે, જોકે મેચ પહેલા ટીમમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. T20 વર્લ્ડ કપની 10મી ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ વિજયરથ પર સવાર છે. આજે ભારત અને પાકિસ્તાનમાં કોઈ એક જીતની હેટ્રિક લગાવે છે તો બીજી ટીમે હાર સ્વીકારવી પડશે. હવામાન વિલન બને એવા એંધાણ સવારના સમયે તો દેખાતા ન હતા. હવે સાંજના સમયે વાદળછાયા વાતવારણની વચ્ચે મેચ શરૂ થાય એવી પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે.
સ્પિનર્સ માટે અનુકુળ છે પીચ
આર. પ્રેમદાસા સ્ટેડિયમની પીચ સ્પિનરોને અનુકૂળ હોવાનું જાણીતું છે, પરંતુ આજનું હવામાન ઝડપી બોલરોને પણ અનુકૂળ હોઈ શકે છે. ઝડપી બોલરોને શરૂઆતમાં સ્વિંગ થવાની શક્યતા છે, જેના કારણે ભારત માટે જસપ્રીત બુમરાહ અને પાકિસ્તાન માટે શાહીન શાહ આફ્રિદી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. જો પહેલા બેટિંગ કરતી ટીમ 200 થી વધુ રન બનાવે છે, તો પીછો કરવા માટે ટીમ માટે મુશ્કેલ બનશે. અહીં બોલ ઘણો વળે છે, તેથી વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લેવો એ એક સમજદારીભર્યો નિર્ણય હશે.

હવામાન કેવું રહેશે?
આજે કોલંબોમાં દિવસભર વરસાદની શક્યતા રહેશે. જોકે, સાંજે 6 વાગ્યાથી મધ્યરાત્રિ સુધી વરસાદની શક્યતા 50 ટકાથી વધુની સરખામણીમાં ઘટીને 10 ટકા થઈ ગઈ છે. આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં સારી ડ્રેનેજ સિસ્ટમ છે, તેથી જો આજે વરસાદ પડે પરંતુ મેચ પહેલા બંધ થઈ જાય, તો સ્ટાફ તેને મેચ માટે ઝડપથી તૈયાર કરી શકશે. પાકિસ્તાન ટીમના કેપ્ટનનું મેચ પહેલાનું નિવેદન પણ ચર્ચામાં રહ્યું છે. જવાબ મેદાન પર આપીશું એવું કહીને આ મેચને હાઈવોલ્ટેજ આપી દીધા છે. હવે જો હવામાનમાં ફેરફાર થશે તો મેચ પહેલા જ મોટો વળાંક આવી શકે.
View this post on Instagram
ભારતનો સંભવિત પ્લેઇંગ 11
ભારત આજે એક ફાસ્ટ બોલરને મેદાનમાં ઉતારી શકે છે, જેમાં હાર્દિક પંડ્યા બીજા ફાસ્ટ બોલરને મેદાનમાં ઉતારે તેવી શક્યતા છે. પિચના આધારે, ભારત ત્રણ સ્પિનરો (અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી અને કુલદીપ યાદવ)ને મેદાનમાં ઊતારી શકે છે. ઇશાન કિશન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રિંકુ સિંહ, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ.
પાકિસ્તાનનો સંભવિત પ્લેઇંગ 11
સૈમ અયુબ, સાહિબજાદા ફરહાન, સલમાન અલી આગા (કેપ્ટન), બાબર આઝમ, મોહમ્મદ નવાઝ, શાદાબ ખાન, ફહીમ અશરફ, ઉસ્માન ખાન (વિકેટકીપર), શાહીન શાહ આફ્રિદી, અબરાર અહેમદ, ઉસ્માન તારિક.