વિશાખાપટ્ટનમઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે શનિવારે વિશાખાપટ્ટનમમાં વન-ડે સિરીઝની ત્રીજી અને નિર્ણાયક વન-ડે ક્રિકેટ મેચ યોજાશે. આ મેચમાં બંન્ને ટીમ જીતના ઈરાદા સાથે મેદાને ઊતરશે. બંને ટીમ શ્રેણીમાં 1-1 મેચ જીતીને બરાબરી પર છે ત્યારે છેલ્લી વન-ડે જીતીને શ્રેણી કબજે કરવા માટે બંને ટીમ એડીચોટીનું જોર લગાવશે તે નક્કી છે. ભારતીય ટીમને તેના સીનિયર ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્મા પાસેથી વધુ એક વખત સારા પ્રદર્શનની આશા છે.

વન-ડે વર્લ્ડ કપ યોજાશે
આગામી વર્ષે વન-ડે વર્લ્ડ કપ યોજાનાર છે ત્યારે ભારતીય ટીમની યુવા બ્રિગેડ પર પણ નજર રહેશે. રાંચીમાં પ્રથમ વન- ડેમાં ભારતનો 17 રને વિજય થયો હતો.રાયપુરમાં હાઈસ્કોરિંગ મુકાબલામાં દક્ષિણ આફ્રિકાએ ભારતના 359 રનનોટારગેટ ચાર બોલ બાકી હતા એને પાર કરતાં બંને ટીમોએ પોતાની ક્ષમતા પુરવાર કરી. ટેસ્ટ બાદ વન-ડે શ્રેણી પણ કબજે ક૨વા મજબૂત પ્રયાસ કરશે. ભારતીય ટીમના ડ્રેસિંગરૂમમાં મતભેદોની ચર્ચા વચ્ચે ભારત દક્ષિણ આફ્રિકા સામે ત્રીજી વન- ડેમાં જીતના ઈરાદા સાથે આમને-સામને થશે. વિરાટ કોહલીએ સળંગ બે સદી ફટકારી હોવાથી તેની પાસેથી હેટ્રિક સદીની આશા ચાહકો રાખી રહ્યા છે.
ગેમની સ્ટ્રેટજી ટોસ પર
કોહલી અને રોહિતની હાજરીમાં ભારત આ વન-ડે શ્રેણીમાં જીત મેળવે છે તો રોહિત અને કહોલી વિશે જેમતેમ બોલનારને જડબાતોડ જવાબ મળશે. બેટિંગ-બોલિંગ કોમ્બિનેશન પર નજર વન-ડે ફોરમેટ માટે બંને ટીમો સંતુલિત જણાય છે. ભારત અને દક્ષિણ આફ્રિકા બંને ટીમમાં કોઈ ફેરફાર કરવાનો અખતરો નહીં કરે તેવી શક્યતા છે. ભારતને ઘરઆંગણે રમવાનો ફાયદો મળી શકે છે પરંતુ ટોસ મહત્વપૂર્ણ રહેશે. ટોસ જીતે એના પર ગેમની સ્ટ્રેટેજી નક્કી થશે.

ઝાકળની અસર થઈ શકે
બીજી વન-ડેમાં ઝાકળનું પરિબળ હાવી રહેતા ભારતીય બોલર્સને મુશ્કેલી પડી હતી. ભારત પાસે મજબૂત બેટિંગ ઓર્ડર છે. જયસ્વાલને મર્યાદિત ઓવરની મેચમાં તેની ક્ષમતા પુ૨વા૨ કરવા વધુ એક તક મળી શકે છે. ઋતુરાજ ગાયકવાડે બીજી વન-ડેમાં પોતાની બેસ્ટ ઈનિંગ્સ કરી હતી અને સદી ફટકારી હતી. તે નિર્ણાયક વન-ડેમાં પણ આ જ સ્ટ્રેટજી ને આગળ ધપાવશે તેવી આશા છે. પાંચમાં ક્રમે ઓલરાઉન્ડર તરીકે વોશિંગ્ટનને તક આપવી કે તિલક વર્માને અજમાવવો તેના અંગે ટીમ મેનેજમેન્ટ નક્કી કરશે. જો તિલકને તક મળે છે તો ભારતને એક કામચલાઉ બોલરથી મેચમાં રમવું પડી શકે છે. વિશાખાપટ્ટનમની પિચ બેટ્સમેનોને મદદરૂપ થઈ શકે છે.

બંને ટીમો:
ભારતઃ કે એલ રાહુલ (સુકાની), ઋતુરાજ ગાયક્વાડ, યશસ્વી યસ્વાલ, ધ્રુવ જુરેલ, વિરાટ કોહલી, રિશભ પંત, રોહિત શર્મા, તિલક વર્મા, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, નીતીશ કુમાર રેડ્ડી, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ ક્રિષ્ના.
દ. આફ્રિકા: ટેમ્બા બવુમા (સુકાની), મેથ્યુ બ્રીડ્ઝકે, ડેવાલ્ડ બ્રેવિસ, ક્વિન્ટન ડી કોક, ટોની ડી ઝોર્ડી, રૂબિન હરમન, એઈડન માર્કરમ, રાયન રિક્લટન, કોર્બિન બોશ, માર્કો યાનસેન, પેનેલન સુબ્રાયન, ઓટ્ટેનીલ બાર્ટમેન, નાન્દે બર્ગર, કેશવ મહારાજ, લુંગી એન્ગીડી.