નવી દિલ્હીઃ ઈન્ડિગોની ક્રાઈસિસ વચ્ચે સ્પાસજેટે તકનો ફાયદો ઊઠાવ્યો છે. સ્પાસજેટે વિન્ટર સીઝનમાં મુખ્ય કહેવાતા રૂટ પર એરસર્વિસ વધારવાનો નિર્ણય કર્યો છે. વિન્ટર શેડ્યુલ દરમિયાન દરરોજ 100 ફ્લાઈટ શરૂ કરવાનું સ્પાસજેટનું પ્લાનિંગ છે. છેલ્લા બે મહિનામાં સ્પાસજેટે 17 ફ્લાઈટ ઑપરેશન વધાર્યા છે. સ્પાસજેટની ઓથોરિટીએ કહ્યું હતું કે, વિન્ટર સિઝનમાં વધી રહેલી માગને ધ્યાને લેવામાં આવી છે. આ સીઝનમાં સર્વિસ વધારવા અને ભારતીય એવિએશન માર્કેટમાં પૂરતી ક્ષમતાથી સર્વિસ શરૂ કરવા માટે યોજના તૈયાર કરવામાં આવી છે.

100 વધારાની ફ્લાઈટ શરૂ કરવા આયોજન
સ્પાસજેટના અધિકારીએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં 100 નવી ફ્લાઈટ શરૂ કરવાનો કંપનીનો પ્લાન છે. જેનાથી પ્રવાસીઓને વધુને સારી અને શ્રેષ્ઠ ક્નેક્ટિવિટી મળી રહેશે. ચેન્નઈ અને બેંગ્લુરૂ એરપોર્ટ પરથી કુલ 131 ફ્લાઈટ ઈન્ડિગોની રદ્દ કરવામાં આવી હતી. જેના કારણે મુસાફરો રઝળી પડ્યા હતા. ચેન્નઈ એરપોર્ટથી પર કુલ 70 ફ્લાઈડ રદ્દ કરવામાં આવી હતી. જેમાં 37 ડિપાર્ચર અને 33 અરાઈવલનો પણ સમાવેશ થાય છે. જ્યારે બેંગ્લુરૂથી 61 ફ્લાઈટ રદ્દ કરવામાં આવી છે. અમદાવાદથી 33 ફલાઈટ રદ્દ કરવામાં આવી હતી. ત્રસ્ત મુસાફરોએ એરપોર્ટ ઈન્ડિગોના નામે નારેબાજી કરી હતી. એટલું જ નહીં રીફંડ લેવા માટે પણ લાંબી લાઈન લગાવી હતી. અમદાવાદથી ઉપડતી 20 ફ્લાઈટ 1 કલાક મોડેથી રવાના થઈ હતી.

કેન્સલેશનનું પ્રમાણ વધશે
એક્સપર્ટ અને એરપોર્ટના સુત્રોનું કહેવું છે કે, હજું આગામી દિવસોમાં કેન્સલેશન વધશે. ક્રિસમસના દિવસો નજીક આવતા ઈન્ડિગો પર બુકિંગ કરાવનારા લોકોની સંખ્યા ઘટી ગઈ છે. જોકે, આ ઘટી ગયેલા બુકિંગથી ઈન્ડિગોને મોટો આર્થિક ફટકો પડવાનો છે. ખાસ કરીને ક્નેક્ટિંગ ફ્લાઈટને લઈને મુસાફરો રઝળી પડતા પ્રવાસીઓએ વાંધો ઊઠાવ્યો હતો. રાજધાની દિલ્હીના એરપોર્ટ પર મુસાફરોના બેગ્સની લાઈન જોવા મળી હતી. દરવાજા સુધી બેગ્સની લાઈન જોવા મળતા મુસાફરોની પરેશાની ઉઘાડી પડી છે. સતત એક અઠવાડિયા સુધી ફ્લાઈટ કેન્સલ થતા લોકોનો કંપની પરથી વિશ્વાસ ઊઠી રહ્યો છે. આગામી દિવસોમાં બુકિંગ ઘટશે તો મોટી સંખ્યામાં મુસાફરો એ ગુમાવશે એ વાત તો નક્કી છે. ખાસ કરીને દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, અમદાવાદ, કોલકાતા, બેંગ્લુરૂ અને હૈદરાબાદ શહેરને સૌથી વધારે ફટકો પડી રહ્યો છે. જેની સીધી અસર મુસાફરો પર પડી રહી છે.