અમદાવાદઃ સતત ત્રણ દિવસથી ચાલી રહેલા ઈન્ડિગો એરલાઈન્સના કેન્સલ થવાના ઘટનાક્રમમાં ચોથા દિવસે પણ રાજ્યના ચાર શહેરના એરપોર્ટ પરથી ફ્લાઈટ રદ્દ થઈ હતી. જેના કારણે અનેક મુસાફરો અટવાયા હતા. અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોએ રોષ વ્યક્ત કરવા માટે ઈન્ડિગો સામે સુત્રોચાર કર્યા હતા. દિલ્હી, મુંબઈ, બેંગ્લુર અને ચેન્નઈ સહિત અનેક સ્થળે જતા પ્રવાસીઓ રઝળી પડ્યા હતા.

હવે ઈન્ડિગો કેન્સલ
ત્રીજા દિવસે ઈન્ડિગોની અમદાવાદથી રવાના થતી 70 જેટલી ફ્લાઈટ અને અન્ય શહેરમાંથી આવતી 61 જેટલી ફ્લાઈટ રદ્દ થઈ હતી. જેના કારણે એર ટ્રાવેલિંગ સિસ્ટમ જાણે ઠપ્પ થઈ ગઈ હોય એવો માહોલ જોવા મળ્યો હતો. વડોદરા, રાજકોટ, સુરત એરપોર્ટ પરથી રવાના થતી કે આવતી ફ્લાઈટ રદ્દ થતા મુસાફરો હેરાન પરેશાન થયા હતા. વડોદરા એરપોર્ટ પરથી એક મુસાફરે ત્યાં સુધી વાત કહી કે,ફ્લાઈટ કેન્સલ છે એવી છેલ્લે સુધી જાણ કરવામાં આવી ન હતી. એરલાઈન્સનું આવું વલણ યોગ્ય નથી. સુરતથી બેંગ્લુરૂ જઈ રહેલા એક ગ્રૂપે કહ્યું હતું કે, ફ્લાઈટ શા માટે કેન્સલ કરવામાં આવી છે એ અંગે એરલાઈન્સ સ્ટાફ કોઈ જવાબ આપતો નથી.
મુસાફરોની વેદના
અમદાવાદ એરપોર્ટ પરથી એક મુસાફરે જણાવ્યું હતું કે, અચાનક ફ્લાઈટ કેન્સલ થતા મુસાફરોનો પ્લાન બદલી દેવા માટે ફોર્સ કરવામાં આવી રહ્યો છે. જે યોગ્ય નથી. નાના બાળકો સાથે મુસાફરી કતા લોકો રીતસરના અટવાઈ ગયા હતા. બીજી તરફ ઈન્ડિગોની રદ્દ થયેલી ફ્લાઈટના મુસાફરોએ રીફંડ લેવા માટે એરપોર્ટ પર લાઈન લગાવી હતી. લાંબા સમય સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ પણ થોડા દિવસમાં રીફંડ મળી જશે એવી માત્ર વાતો કરવામાં આવી હતી. મુસાફરોની મજબૂરીનો લાભ લઈને અન્ય એરલાઈન્સે રાતોરાત એર ટ્રાવેલ્સના ભાડા વધારી દીઘા હતા. ત્રણથી ચાર ગણા ભાવ વધારાને કારણે એક પ્રકારની લૂંટ શરૂ થઈ હતા.

ચાર-ચાર દિવસથી ઈન્ડિગોના ધાંધિયા
અમદાવાદથી 171, રાજકોટથી 8, વડોદરાથી 9, સુરત 4 ફ્લાઈદ રદ્દ થઈ હતી. એક મહિલાએ જણાવ્યું હતું કે, સવારે પાંચ વાગ્યાના અમદાવાદ એરોપર્ટ પર પરિવાર સાથે પહોંચી ગયા હતા. એરપોર્ટ પહોંચ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે ફ્લાઈટ રદ્દ કરી દેવામાં આવી છે. જે ખરેખર યોગ્ય નથી. ચાર-ચાર દિવસથી ફ્લાઈટના શેડ્યુલ ખોરવાતા એર ટ્રાવેલ કરનારા અટવાયા હતા.