નવી દિલ્હીઃ ફ્રેશર્સ માટે ખરા અર્થમાં ગૂડ ન્યૂઝ છે. ખાસ કરીને ટેક ગ્રેજ્યુએટ માટે સારા સમાચાર છે. ભારતીય ટેક કંપની ઈન્ફોસીસે ફ્રેશર્સ માટે પોતાની કંપનીના દ્વાર ખોલ્યા છે. આનાથી ભારતીય આઈટી ફર્મમાં પર્ફોમન્સ પણ સુધરશે. કંપનીએ સ્પેશ્યલાઈઝડ ટેક્નોલોજીના રોલ માટે વાર્ષિક 21 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ કંપનીએ આ પગલું AI પ્રોગ્રામિંગને વધુ સશક્ત કરવા અને ડિજિટલી ટેલેન્ટેડ લોકોને આકર્ષિક કરવા લીધું છે.
કેમ્પસ ડ્રાઈવ શરૂ કરશે.
મીડિયા રીપોર્ટ અનુસાર ઈન્ફોસિસ 2025ના એન્જિનીયર્સ અને કૉમ્પ્યુટર સાયન્સ ગ્રેજ્યુએટ માટે ઓફ કેમ્પસ હાયરિંગ ડ્રાઈવ શરૂ કરશે. જેથી સ્પેશ્યલાઈઝડ ટેક્નોલોજીના રોલ માટે ટેલેન્ટેડ લોકોને રીક્રુટ કરી શકાય. જે માટે વાર્ષિક 7 લાખથી 21 લાખ રૂપિયા સુધીનું પેકેજ આપવાની જાહેરાત કરવામાં આવી છે. ઈન્ફોસિસ ગ્રૂપના અધિકારી શાજી મૈથ્યુએ જણાવ્યું હતું કે, તમામ સર્વિસમાં AIનો અપ્રોચ કંપની અપનાવી રહી છે. આ માટે હાલના કર્મચારીઓને અપસ્કિલ પણ કરવામાં આવશે. આગામી સમયમાં અમે કેમ્પસ ડ્રાઈવ પણ કરવાના છીએ. જ્યાંથી અનેક એવા ટેલેન્ટેડ લોકો મળી રહેશે.
ઉમેદવારોની ભરતી કરાશે
કૉમ્પ્યુટર સાયન્સ, આઈટી, સીઈ, ઈઈઈ જેવી અનેક બ્રાંચના વિદ્યાર્થીઓ માટે ખરા અર્થમાં સારો સમય આવશે. કંપની સ્પેશ્યલ પ્રોગ્રામ L1,L2,L3 અને ડિજિટલ સ્પેશ્યાલિસ્ટ જેવી ભૂમિકા માટે ઉમેદવારોની ભરતી કરશે. જ્યારે સ્પેશ્યલ પ્રોગ્રામ માટે L3ને વાર્ષિક 21 લાખ સુધીનું પેકેજ આપશે. કંપનીના અધિકારીએ એવું પણ ઉમેર્યું હતું કે, નવી પેઢીની જરૂરિયાતમાં પણ ઝડપથી વધારો કરી રહ્યા છે. આઈટી ટેલેન્ટને લઈને ઘણા પ્રોફેશનલ વિદેશની નોકરીને સ્વીકારી વિદેશ જતા રહે છે એવામાં ઈન્ફોસિસ જેવી મહાકાય કંપનીએ ફ્રેશર્સ માટે પોતાના દ્વાર ખોલ્યા છે. દેશનું ટેલેન્ટ હવે દેશના વિકાસ હેતું કામ આવે એ દિવસો હવે દૂર નથી. ખાસ કરીને AIના ક્ષેત્રમાં આગામી દિવસોમાં કોઈ મોટા પ્રોજેક્ટથી સારા કાર્યો થઈ શકે છે. મીડિયા રીપોર્ટ ત્યાં સુધી કહે છે કે, હવે ટાટા જેવી કંપનીઓ પણ સેલેરી સ્લેબમાં ફેરફાર કરે એવી પૂરી શક્યતાઓ છે. જોકે, અમેરિકાએ પોતાની વિઝા પોલીસીમાં ફેરફાર કરતા આ ઉદ્યોગને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ચોક્કસથી અસર થવાની છે. એવામાં ઈન્ફોસિસ અને ટાટા જેવી કંપનીઓએ ફ્રેશર્સને પ્રાધાન્ય આપીને એક મોટા નિર્ણયના એંધાણ આપી દીધા છે.