ઉત્તરાયણ પહેલા જ કચ્છ જિલ્લામાં અખાદ્ય અને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો સામે તંત્રએ તવાઈ બોલાવી છે. ભુજની જથ્થાબંધ બજારમાં ફૂડ અને ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા હતાં. બજારમાં વેપારીઓની દુકાનમાંથી ગોળ અને ચિક્કીના નમૂના લેવામાં આવ્યા હતાં. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
ગોળ અને ચીકીના નમૂના લેવામાં આવ્યા
ઉત્તરાયણના તહેવારમાં ગોળ અને ચિક્કીનો વધુ ઉપયોગ થાય છે. ઉત્તરાયણનો તહેવાર નજીક હોવાથી ચિક્કીનું વેચાણ ખૂબ વધી રહ્યું છે. ત્યારે ભુજની જથ્થાબંધ બજારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કાર્યવાહી કરી હતી. વેપારીઓની દુકાન અને વિવિધ પેઢીઓમાંથી ગોળ અને ચિક્કીના નમૂના લીધા હતાં. શંકાસ્પદ ગોળ અને ચિક્કીનો જથ્થો સીઝ કરાયો હતો. જ્યારે ગોળના નમૂના લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતાં. ગોળના નમૂનાનો લેબ રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે.