ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Kachchh News: ભુજમાં લોકો પીવે છે ફિલ્ટર કર્યા વિનાનું પાણી, નગરપાલિકાનો ફિલ્ટર પ્લાન્ટ ઘણા સમયથી બંધ હાલતમાં

સમગ્ર રાજ્યમાં પાણી જન્ય રોગચાળાના કેસો વધી રહ્યા છે. તેવામાં ભુજ નગરપાલિકાનો પાણીનો ફિલ્ટર પ્લાન્ટ ઘણા સમયથી બંધ હાલતમાં છે. પરિણામે ભુજ વાસીઓને ફિલ્ટર કર્યા વગરનું પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે.ભુજ તાલુકાના કુકમા નજીક આવેલા પાલિકાના પાણીના સમ્પ પર લગાડવામાં આવેલો ફિલ્ટર પ્લાન્ટ બંધ હાલતમાં છે. નર્મદાનું આવતું પાણી ડાઈરેક્ટર આ પ્લાન્ટમાં ઠાલવવામાં આવે છે અને ત્યારબાદ આ પાણીને ભૂજના અલગ અલગ વિસ્તારોમાં વિતરણ કરવામાં આવે છે.

રોગચાળો ફાટી નીકળેતો તેના માટે જવાબદાર કોણ?
ફિલ્ટર પ્લાન્ટ બંધ હોવાથી ભુજના લોકોને ફિલ્ટર કર્યા વગરનું પાણી પીવાનો વારો આવ્યો છે .અગાઉ પાલિકા દ્વારા ૫૫ લાખ રૂપિયા ખર્ચે કરીને ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કર્યો હતો.પરંતુ માત્ર થોડા મહિનામાં ફિલ્ટર પ્લાન્ટ બંધ થઈ ગયો છે.કુકમા પાણીના સમ્પ ખુલ્લા છે અને અહિયાં લગાડવામાં આવેલા ફિલ્ટર પ્લાન્ટ બંધ હાલતમાં છે.જેના કારણે ભુજ અને બન્ની વિસ્તારના લોકો ફિલ્ટર કર્યા વગરનું પાણી વિતરણ કરવામાં આવી રહયું છે.આ મામલે પાલિકાના સત્તાધીશોએ ક્લોરીન કરીને પાણી વિતરણ કરવામાં આવતું હોવાનો દાવો કર્યો છે.બંધ પડેલા ફિલ્ટર પ્લાન્ટમાં વધારે ખર્ચ હોવાથી પાલિકા આગામી દિવસોમાં નવા ફિલ્ટર પ્લાન્ટ માટેનું આયોજન કરી રહી છે.અહીંયા સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે ફિલ્ટર વગરના પાણી પીવાથી રોગચાળો ફાટી નીકળેતો તેના માટે જવાબદાર કોણ?

admin01

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »