ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Kachchh News: ખાવડા વિસ્તારની બોર્ડર પરથી BSFએ પાકિસ્તાની ઘૂસણખોરને ઝડપ્યો

ગુજરાતમાં ઘણી વખત પાકિસ્તાની ઘૂસણખોર પકડાયા હોવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે રાજ્યમાં સરહદી જિલ્લા કચ્છમાં ખાવડા વિસ્તારની બોર્ડર પરથી સુરક્ષા દળોએ પાકિસ્તાની ઘૂસણખોરને ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ શખ્સ માનસિક બિમાર હોવાનું સામે આવ્યું છે. જેથી તેને જેઆઈસી ખાતે ખસેડવામાં આવ્યો છે.

માનસિક રીતે અસ્વસ્થ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું
કચ્છ જિલ્લામાં ખાવડા વિસ્તારની સરહદ પર બીએસએફના જવાનો પેટ્રોલિંગ કરી રહ્યાં હતાં. તે દરમિયાન કોઈ માનવીય ગતિવિધિ જોવા મળી હતી. બીએસએફના જવાનોએ સ્થળ તપાસ કરતાં એક પાકિસ્તાની ઘૂસણખોર પકડાયો હતો. ખાવડા પોલીસના જણાવ્યા પ્રમાણે આ શખ્સ માનસિક રીતે અસ્વસ્થ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. તેની પાસેથી કોઈ આધાર પુરાવા પણ મળી આવ્યા નથી. જો કે હાલ તેને જેઈસી ખાતે મોકલવામાં આવ્યો છે. એજન્સીઓ દ્વારા તેની પુછપરછ કરવામાં આવી રહી છે.

admin01

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »