કચ્છ જિલ્લામાં નખત્રાણાની ખાનગી શાળાનો શિક્ષક વિદ્યાર્થીઓની ફીના રૂપિયા લઈને ફરાર થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે. ભોગ બનનાર વાલીએ શિક્ષક સામે પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે ફરિયાદ લઈને ફરાર થયેલા શિક્ષકને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. શિક્ષક ફરાર થઈ જતાં અનેક સવાલો ઉભા થયાં છે.
વાલીઓ પાસેથી ઉઘરાવેલા 7.50 સાથ રૂપિયા લઈ ફરાર
પ્રાપ્ત વિગતો પ્રમાણે કચ્છ જિલ્લામાં નખત્રાણાની અર્ચના સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના એક શિક્ષકે ક્રિકેટ ટુર્નામેન્ટના બહાને વાલીઓ પાસેથી વિદ્યાર્થી દીઠ 30 હજાર રૂપિયા ઉઘરાવ્યા હતાં. વડોદરામાં ક્રિકેટ ટુર્નામેન્ટમાં બાળકોને લઈ જવા માટે પૈસાની ઉઘરાણી કરી હતી. આ શિક્ષક વાલીઓ પાસેથી ઉઘરાવેલા 7.50 સાથ રૂપિયા લઈ ફરાર થઈ ગયો હતો. આ શિક્ષકને થોડા સમય પહેલા જ સ્કૂલમાં ભરતી કરવામાં આવ્યો હતો. વાલીઓએ નખત્રાણા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે શિક્ષકને શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યાં છે. શિક્ષક ફરાર થઈ જતાં સ્કૂલ સામે પણ અનેક સવાલો ઉભા થયાં છે.