ભારતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Karnataka Bus Accident: ટ્રક-બસ વચ્ચે અકસ્માતમાં 20 પ્રવાસી જીવતા ભડથું, મૃતદેહ ઓળખવા મુશ્કેલ

Karnataka bus accident

ચિત્રદુર્ગઃ કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાં વહેલી સવારે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. એક ખાનગી સ્લીપર બસ એક ટ્રક સાથે અથડાઈ હતી. આ ટક્કર એટલી ગંભીર હતી કે સ્લીપર બસમાં આગ લાગી ગઈ અને અંદર બેઠેલા યાત્રીઓ ભડથું થઈ ગયા. 20 થી વધુ મુસાફરો જીવતા ભડથું થઈ ગયા હતા. આ અકસ્માત સવારે 3 વાગ્યે થયો હતો. પોલીસ અને ફાયર બ્રિગેડના કર્મચારીઓએ સવારે 8 વાગ્યા સુધીમાં બસમાંથી 9 મૃતદેહ બહાર કાઢ્યા હતા. એ એવા મૃતદેહ હતા જેને ઓળખવા મુશ્કેલ હતા.

Karnataka bus crash highlights

સ્થાનિક હોસ્પિટલમાં ખસેડાયા

આ ઘટનામાં અન્ય ઘણા લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે ખેસડવામાં આવ્યા હતા. આ બસ બેંગલુરુથી શિવમોગા જઈ રહી હતી. એ સમયે અકસ્માત થયો હતો.આ બસે 300 કિલોમીટરથી વધુનો પ્રવાસ કર્યો હતો. અકસ્માત નેશનલ હાઈવે 48 પર થયો હતો. જ્યારે ટક્કર થઈ ત્યારે મોટાભાગના મુસાફરો બસમાં સૂઈ રહ્યા હતા અને બસમાં આગ લાગી ગઈ. ટક્કર એટલી જોરદાર હતી કે તેનો અવાજ દૂર સુધી સંભળાયો હતો. હાઈવે પર આ ઘટનાના પગલે ટ્રાફિક જામ થઈ ગયો હતો. ચિત્રદુર્ગ પાસે પોલીસ અને ફાયરની ટીમનો કાફલો દોડી ગયો હતો.

Karnataka bus crash highlights

પ્રત્યક્ષ દર્શીઓની વાત

કેટલાક પ્રત્યક્ષદર્શીઓએ દાવો કર્યો છે કે મૃત્યુઆંક વધી શકે છે. એવું જાણવા મળ્યું છે કે બસમાં કુલ 32 લોકો બેઠા હતા.આ ઘટનામાં માંડ બચેલા એક યાત્રી આદિત્યએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જેવી ટક્કર થઈ હું સ્લીપર બોક્સની નીચે પડ્યો હતો. આંખ ખુલી ત્યારે ચારેય બાજુ આગ લાગી હતી. બસનો મુખ્ય દરવાજો પણ જામ થઈ ગયો હતો એટલે ઝડપથી ખૂલ્યો નહીં. આગ જોઈને બારીના કાચ તોડીને કુદી ગયો હતો.લોકો અંદર બૂમબરાડા પાડી રહ્યા છે. સ્થાનકો મદદ માટે દોડી ગયા હતા. આગ એટલી ઝડપથી ફેલાઈ ચૂકી હતી કે કોઈને બચવા માટેનો એક ચાન્સ પણ ન મળ્યો. અન્ય એક પ્રત્યક્ષ દર્શીએ કહ્યું હતું કે, શિવમોગા જઈ રહેલી સ્લીપર બસે અમારી ગાડીની ઓવરટેક કરી. એ સમયે સામેથી આવી રહેલા ટ્રકે ડિવાઈડરને ટક્કર મારી અને બસના આગળના ભાગ સાથે અથડાઈ. ટ્રક ડીઝલ ટેન્સ સાથે અથડાઈ અને આગ લાગી ગઈ.

admin01

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »