ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

ખાખીની ખટપટ: પશ્ચિમ વિસ્તારમાં યુવરાજનો દમ, કાર તો બ્લેક ફિલ્મ વાળી જ ચલાવીશ, સંજયને સિતારો તો ચાંદના ખેડામાં જ દેખાય છે

વાચકમિત્રો ‘ખાખીની ખટપટ’ નામથી અમે એક રસપ્રદ પ્રસ્તુતિ અહીં રજૂ કરી રહ્યાં છીએ. આ ખાસ લેખમાં ગુજરાતના પોલીસ બેડામાં ચાલી રહેલી ખટપટ, ચર્ચાઓ અને ગપશપને વ્યંગાત્મક શૈલીમાં રજૂ કરી રહ્યાં છીએ. રાજ્યના કોઈપણ પોલીસ સ્ટેશનમાં ચર્ચાયેલી મજેદાર વાત હોય કે ઉચ્ચ અધિકારીની ચેમ્બરમાં થયેલી કોઈ ખાનગી ચર્ચા હોય આ પ્રકારની ઘટનાને અમે દર અઠવાડિયે એક રમૂજ તરીકે પ્રસ્તૂત કરીશું.લલકાર ન્યૂઝના પ્લેટફોર્મ પર રજૂ થતી ખાસ પ્રસ્તુતિ ખાખીની ખટપટ કોઈ કર્મચારી કે અધિકારીને નીચું દેખાડવા નહીં પરંતુ હળવી શૈલીમાં ખબરદાર કરવા માટે છે. તો વાંચો લલકાર ન્યઝની વેબસાઈટ પર અને જુઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દર અઠવાડિયે રજૂ થતી ખાખીની ખટપટ.

પશ્ચિમ વિસ્તારમાં યુવરાજનો દમ, કાર તો બ્લેક ફિલ્મ વાળી જ ચલાવીશ
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં એક પોલીસ ઈન્સપેક્ટર જાણે યુવરાજ હોય તેવી રીતે ફરતા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. શહેરમાં કોઈ સામાન્ય માણસ બ્લેક ફિલ્મ વાળા કાચ વાળી કાર લઈને નીકળે તો ટ્રાફિક પોલીસ તેને મસમોટો દંડ ફટકારે. પરંતુ ચર્ચામાં રહેલા આ યુવરાજ જાણે કાયદો તેમના માટે છે જ નહીં તેવી રીતે પોલીસ સ્ટેશનમાં જ બ્લેક ફિલ્મ વાળા કાચ અને નંબર પ્લેટ વિનાની કાર લઈને જાય છે. સૌથી મોટી બાબત એ છે કે આ પોલીસ સ્ટેશનની બાજુમાં જ ડીસીપીની ઓફિસ આવેલી છે. જેથી આ ડીસીપીને પણ પોલીસ સ્ટેશનમાં પાર્ક થયેલી ચર્ચામાં રહેલા યુવરાજની બ્લેક ફિલ્મ વાળા કાચ ધરાવતી કાર દેખાતી નથી. કોઈપણ પોલીસ અધિકારી કે ઉચ્ચ અધિકારી આ કાર બાબતે પગલાં લેતા નથી. બીજી બાજુ ચર્ચામા રહેલા આ યુવરાજ અનેક પોલીસ સ્ટેશનમાં પોતાનો રૂઆબ બતાવી રહ્યા હોવાની ચર્ચાઓ પોલીસ બેડામાં થઈ રહી છે. તેઓ તેમના આકાના નામે દમ મારીને ઉઘરાણું કરતા હોવાની પણ ચર્ચાઓ થઈ રહી છે. ચર્ચામાં રહેલા આ યુવરાજ પોતના આકા ખૂબજ ઈમાનદાર હોય તેવું લોકોમાં પ્રસ્થાપિત કરી રહ્યા હોવાની ચર્ચાઓ છે. તેઓ આ આકાના નામે વહિવટદારોને પણ દમ મારતા હોવાની પોલીસ બેડામાં ચર્ચાઓ છે.

સંજયને સિતારો તો ચાંદના ખેડામાં જ દેખાય છે
અમદાવાદમાં મહાભારતના સંજયની દ્રષ્ટિ ધરાવતા એક વહિવટદારને ચાંદ તો ખેડામાં જ દેખાય છે. છેલ્લા બે વર્ષથી વધારે સમયથી આ સંજયની સજાના ભાગ રૂપે K કંપનીમાં બદલી થઈ હતી. વાત એવી હતી કે, તેના વિસ્તારમાં દારૂનું આખું કરોડો રૂપિયાનું ગોડાઉન પકડાયું હતું જેથી પોલીસ કમિશ્નરે તેની બદલી કરી હતી. તેમ હોવા છતાં તેનો સિતારો તો ચાંદના ખેડામાં જ હોવાની ચર્ચાઓ છે. ઘણા સમયથી આ પોલીસ સ્ટેશન ચાર્જમાં ચાલતુ હોવાથી હાલ તો લોકો સંજયના ઓર્ડરને જ પીઆઈનો ઓર્ડર સમજીને ફોલો કરે છે.આ ઉપરાંત આ જ વિસ્તારમાંથી બુટલેગરનો એક વીડિયો પણ વાયરલ થયો હતો જો કે તેમ હોવા છતાં આ સંજયના પેટનું પાણી પણ હાલ્યુ નહોતુ.આ ઉપરાંત સંજયની વાણી એટલી મીઠી છે કે, ઉચ્ચ અધિકારીઓને પણ તે મીઠાઈ ખવડાવે છે. જેથી તેમનું મોં પણ સીવી લીધું છે. હાલમાં પણ દારૂ અને જુગારના મોટા મોટા ગુનેગારોના સ્ટેન્ડો બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યા છે.

મનપસંદ જુગારીયાઓની ક્લબ ફરી એકવાર કોના આશિર્વાદથી ધમધમી?
અમદાવાદ શહેરમાં દરિયાના પુરની એક જુગારધામની ક્લબ ફરી ધમધમી ઉઠી હોવાની ચર્ચા પોલીસ બેડામાં ચાલી રહી છે. ગોવિંદની આ ક્લબ અગાઉ અનેક વિવાદોમાં આવી હતી અને તેને ઘણા બધાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો ભોગ લીધો હતો. તેમ હોવા છતાં ફરી એકવાર ગામાની આ ક્લબ કોના આશિર્વાદથી ચાલુ થઈ છે તે લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે. નોંધનીય છે કે, શહેરની આ ક્લબમાં ગુજરાતભરમાંથી મોટા મોટા ખેલીઓ અને જુગારીઆઓની રમવા માટે મનપસંદ હોવાથી કાયદાની આડમાં જ કાયદાનો ભંગ કરીને મોટા પાયે ચાલતી ક્લબમાં ગુજરાતની પોલીસની મોટી મોટી એજન્સીની પણ નજર આમ તો હોય જ છે. પરંતુ શહેરની પોલીસની મોટી એજન્સીઓ અને રાજ્યની પોલીસની એજન્સીઓના ડર દૂર થઈ ગયો હોય એમ ફરી એકવાર આ ક્લબ કોના ઈશારે ચાલુ થઈ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. નોંધનીય છે કે અગાઉ આ ક્લબમાં દરોડો પડ્યો હતો ત્યારે અમદાવાદ શહેરના સામાન્ય વહિવટદારો તો ઠીક પણ ઉચ્ચ પોલીસ અધિકારીઓને પણ દાગ લગાવીને ગઈ હતી. ફરીથી આ ક્લબ ધમધમી રહી છે તો તેની ઉચ્ચ અધિકારીઓને જાણ નહીં હોય કે શું? તે લોક મુખે ચર્ચાનો મુદ્દો બન્યો છે.

admin01

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »