ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC)ના અમલીકરણ માટે રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિએ પોતાનો વિસ્તૃત અને આખરી અહેવાલ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલને મંગળવારે ગાંધીનગરમાં સોંપ્યો હતો.આ અહેવાલ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અઘ્યક્ષતામાં બનેલી આ સમિતિએ ઝીણવટ ભર્યા અભ્યાસ અને રાજ્યના જિલ્લાઓની મુલાકાત લઇને લોક અભિપ્રાયો મેળવીને તથા ઘનિષ્ઠ જનસંપર્ક બાદ ચર્ચા-વિચારણાને આધારે તૈયાર કરેલો અહેવાલ રાજ્ય સરકારને સોંપ્યો હતો.
- લગ્નના એક વર્ષની અંદર છૂટાછેડા માટે અરજી કરી શકાશે નહીં
- લિવ-ઈન રિલેશનશિપમાં ફરજિયાત નોંધણી કરાવવી પડશે
- વસિયત બનાવવાની પ્રક્રિયા અને મિલકત વહેંચણીને વધુ સરળ-ન્યાયી બનાવાશે
- અનુસૂચિત જનજાતિ અને કેટલાક વિશિષ્ટ સમુદાયોને વિશેષ છૂટ
- વારસાઈ હક ધર્મ કે સમુદાય વિના એક સમાન રીતે લાગુ પડશે.
- લગ્નના એક વર્ષની અંદર છૂટાછેડાની અરજી પર પ્રતિબંધ.
- લગ્ન નોંધણી ન કરાવવા બદલ દંડ થશે.
- લગ્ન માટે પુરુષની ઉંમર 21 વર્ષ અને મહિલાની વય 18 વર્ષ ફરજિયાત.
- લગ્ન સમયે એક પક્ષકાર રાજ્યનો હોવો જરૂરી છે.