બગદાણામાં નવનીત બાલધિયા પર હુમલાના કેસમાં કોળી સમાજના નેતાઓએ મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી.આ બેઠક બાદ SITની રચના કરવાનો આદેશ અપાયો હતો. આ SITની ટીમની ગઈકાલે રેન્જ આઈજી સાથે બેઠક યોજાઈ હતી.ઘટનાને પગલે બગદાણાના પી.આઈ ડી વી ડાંગરને લિવ રિઝર્વમાં મુકાયા બાદ મહુવાના ઇન્ચાર્જ DYSP રિમાબા ઝાલા પાસેથી પણ ચાર્જ પરત લઈ લેવામાં આવ્યો છે.તળાજાના DYSP એમ બી નકુમને મહુવા DYSP તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
રેન્જ IG ગૌતમ પરમારે SITની રચના કરી
બગદાણાના સેવક પર હુમલાના કેસમાં ભાવનગરના રેન્જ IG ગૌતમ પરમારે SITની રચના કરી છે.અમરેલી ASP જયવીર ગઢવીની અધ્યક્ષતામાં SITની રચના કરવામાં આવી છે.આ SITમાં 1 PI, 1 PSI અને બે હેડ કોન્સ્ટેબલની નિમણૂક કરવામાં આવી છે. આ કેસમાં SIT તપાસ કરશે અને તેનો રિપોર્ટ રેન્જ આઈજીને મોકલશે. SITને ગુના સંબંધિત કાગળો એકત્ર કરી રોજ રેન્જ આઈજીને રિપોર્ટ મોકલવા સૂચના આપવામાં આવી છે.