ભાવનગર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Mayabhai Ahir: બગદાણા વિવાદમાં માયાભાઈનું નામ ખોટી રીતે જોડાયું : પોલીસ

બગદાણાઃ બગદાણા હુમલા કાંડમાં લોકસાહિત્યકાર માયાભાઈ આહિરનું કોઈ જ કનેક્શન ન હોવાનું પોલીસે સ્પષ્ટ કર્યું છે. મંગળવારે સવારથી વાઇરલ થઈ રહેલા આ વીડિયોમાં ખોટી રીતે નામ જોડીને તેમને બદનામ કરવા મથી રહેલા તત્ત્વોને લપડાક લગાવી છે. બગદાણા પંથકમાં નવનીતભાઈ બાલધિયા પર થયેલા હુમલાના વાયરલ વીડિયો બાદ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. મહુવા DYSP રીમા ઝાલાના જણાવ્યા મુજબ,નવનીતભાઈ અવારનવાર બુટલેગરોની પ્રવૃત્તિ અંગે પોલીસને માહિતી આપતા હતા. આ જ વાતની અદાવત રાખીને બુટલેગરોએ ગેરકાયદેસર મંડળી રચી તેમના પર હુમલો કર્યો હતો. બગદાણા પોલીસે અત્યાર સુધીમાં એક શખ્સની ધરપકડ કરી છે જેની પૂછપરછમાં અન્ય સાત શખ્સોના નામ ખુલ્યા છે.

આ ઘટનામાં કોઈ સંડોવણી

આ હુમલામાં શરૂઆતમાં લોકસાહિત્યકાર માયાભાઈ આહીરનું નામ કેટલાક લોકોએ જોડ્યું હતું પરંતુ, પોલીસે સ્પષ્ટ કર્યું છે કે, તેમની આ ઘટનામાં કોઈ સંડોવણી નથી. તારીખ 24 ડિસેમ્બરના રોજ કાંદિવલીમાં એક ભજનનો કાર્યક્રમ હતો. જેનો એક વિડિયો વાયરલ થયા બાદ વિવાદ સર્જાયો છે. આ કાર્યક્રમના વિડિયો બાદ લોકસાહિત્યકાર માયાભાઈ આહિરે પણ માફી માગતો એક વિડિયો જાહેર કર્યો હતો. જેને નવનીત બાલધિયાએ ખોટી રીતે વાયરલ કરીને પોતાનો અહમ સંતોષ્યો હતો અને માયાભાઈ જેવા પ્રતિષ્ઠિત વ્યક્તિને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે મહુવા DYSP રીમા ઝાલાએ સમગ્ર કેસ અંગે વિસ્તૃત જવાબ આપતા કહ્યું હતું કે,રાયોટિંગની કલમ સાથે એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે ફરિયાદી છે નવનીતભાઈ દ્વારા પોલીસને માહિતી આપવામાં આવી હતી કે, તેઓ વરના ગાડીનો પીછો કરતા હોય છે એ સમયે આઠ અજાણ્યા શખ્સો દ્વારા એમના પર હુમલો કરવામાં આવ્યો હોય છે. તેથી એમને ઈજા પહોંચી છે.

આરોપીઓ સાથે કોઈ સંકળાયેલુ નથી

પોલીસને સમગ્ર બનાવની જાણ થતાં જ પોલીસે સમગ્ર કેસની તપાસ શરૂ કરી છે. આ તપાસ દરમિયાન સીસીટીવી તથા હ્યુમન સોર્સના આધારે આરોપીઓની શોધખોળ કરવામાં આવી છે. ફરિયાદીએ આપેલા વિડિયોમાં જે નાજુભાઈ છે એની પોલીસે અટકાયત કરી છે. નાજુભાઈની પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે, નાજુભાઈ દારૂના ધંધા સાથે સંકળાયેલા આરોપી છે અને અવારનવાર ક્રાઈમ બ્રાંચ અને પોલીસ દ્વારા તેના પર કેસ થયેલા છે. આ કેસ એમના પર થયેલા છે એની બાતમી આ નવનીતભાઈ આપતા હોવાની એમને આશંકા હોય છે. નવનીતભાઈ પણ માટીના ધંધા સાથે સંકળાયેલા છે. તેથી નાજુભાઈના સહઆરોપીઓ છે એનો પણ માટીનો ધંધો છે. જે ધંધા પર અવારનવાર ખાણખનિજના દરોડા પડાવેલા હોય છે. આ દરોડાની આશંકા આરોપીઓને એવી હોય છે કે એની બાતમી નવનીતભાઈ દ્વારા ખાણખનિજ વિભાગને આપાઈ હશે. પોલીસ દ્વારા જે તપાસ કરવામાં આવી છે એના આધારે તથા આરોપીઓ સાથે કોઈ સંકળાયેલુ નથી.

 

 

admin01

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »