નવી દિલ્હીઃ ટેકનોલોજીનો અતિ ઉપયોગ મુશ્કેલી સર્જે, પણ ટેક્નોલોજીના ભરસે આગળ વધુ ક્યારેક પરેશાનીને આમંત્રણ આપવા જેવું પુરવાર થાય છે. ટેકનોલોજી પર આંખ મીંચીને વિશ્વાસ કરવો હવે યોગ્ય નથી. એક સામાન્ય પ્રવાસ પણ ટેક્નોલોજીના સહારે જીવલેણ બની શકે. અજાણ્યા રસ્તાઓ પર મુસાફરી કરતી વખતે નેવિગેશન એપનો ઉપયોગ કરતી વખતે સાવધાની રાખવી જોઈએ. ટેકનોલોજી મદદરૂપ થઈ શકે છે, પરંતુ હંમેશા પોતાની સમજણનો પણ ઉપયોગ હવે અનિવાર્ય છે.
નેવિગેશને મુસિબત નોતરી
ટેકનોલોજી આપણા માટે જેટલી ફાયદાકારક છે, તેના કરતાં વધુ ઘાતક પણ સાબિત થઈ શકે છે. અજાણ્યા રસ્તાઓ પર આપણો સૌથી વફાદાર સાથી ‘નેવિગેશન એપ’ પણ વચ્ચે રસ્તે દગો આપી શકે છે. દગો પણ એવો કે હાઇવે પરથી સીધા કાર સહિત દલદલમાં પહોંચી ગઈ. દિલ્હીમાં આવો જ એક આશ્ચર્યજનક અને પરેશાન કરનારો કિસ્સો સામે આવ્યો છે. દિલ્હીમાં એક વ્યક્તિને નેવિગેશન એપ્લિકેશનના સહારે જવું ભારે પડ્યું. નેવિગેશનથી વ્યક્તિની કાર સીધી દલદલમાં પહોંચી ગઈ.
કારમાં આગ લાગી
બુધવારે ઓલ્ડ રાજેન્દ્ર નગરના રહેવાસી રાજન સાહની પોતાના ભાઈ સાથે પીહાની ચુંગી પાસે પોતાના મિત્ર ગોવિંદને મળવા જઈ રહ્યા હતા. એપમાં સરનામું નાખતા, તેમને ખોટો રસ્તો બતાવવામાં આવ્યો, જેના કારણે તેમની કાર સીધી દલદલમાં ચાલી ગઈ. કારને બહાર કાઢવાના પ્રયાસમાં, પૈડાં વધુ ઊંડા ધસી ગયા અને એન્જિન ઓવરહીટ થઈ ગયું. કારમાંથી ધુમાંડો નીકળવા લાગ્યો અને આગ લાગી, જેના કારણે સાહની અંદર ફસાઈ ગયા. તેમના ભાઈએ કોઈક રીતે પોતાનો બચાવ કર્યો અને ઘટનાસ્થળે પહોંચેલા ગોવિંદની મદદથી કારમાં આગ લાગવાના બરાબર પહેલાં સાહનીને બહાર કાઢ્યા. રાજન સાહનીએ જણાવ્યું, ‘મેં મારા મિત્રનું સરનામું એપમાં નાખ્યું, પણ તેણે મને ખોટો રસ્તો બતાવ્યો. આ જ કારણસર હું સીધો દલદલમાં ફસાઈ ગયો.’
ટેકનોલોજી પર સંપૂર્ણ ભરોસો કરવો જોખમી
આ ઘટના દર્શાવે છે કે, ક્યારેક ટેકનોલોજી પર સંપૂર્ણ ભરોસો કરવો ખતરનાક સાબિત થઈ શકે છે. નેવિગેશન એપ્લિકેશને એક સામાન્ય પ્રવાસને જીવલેણ બનાવી દીધો હતો. આ ઘટના લોકોને સાવધાન રહેવા અને અજાણ્યા રસ્તાઓ પર નેવિગેશન એપનો ઉપયોગ કરતી વખતે સતર્ક રહેવાની સલાહ આપે છે. આ ઘટના બુધવારે બની હતી.