વોશિંગ્ટન: વોશિંગ્ટન-યુએસમાં કામ કરવાનું જવાનું સપનું જોતા લાખો વ્યાવસાયિક માટે એક મહત્ત્વના સમાચાર છે. એચ-1બી વિઝા અંગે એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. દાયકાઓ જૂની રેન્ડમ લોટરી સિસ્ટમનો અંત લાવતા, યુએસ હવે એક નવી વેતન-ભારિત સિસ્ટમ લાગુ કરી રહ્યું છે.જેમાં હવે વ્યવસાયિકને વર્ક વિઝા લોટરી નહીં પગારના આધારે મળી રહેશે. પગાર અને ઉચ્ચ કુશળતા ધરાવતા ઉમેદવારોને પ્રાથમિક્તા અહીં આપવામાં આવી છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ સ્પષ્ટતા કરી છે કે, હવે ક્ષમતા અને પગાર નક્કી કરશે કે, એચ-1બી વર્કવિઝા મળે છે.
ટ્રમ્પની નીતિ
ટ્રમ્પની આ નીતિના પગલે ભારતીયો પર વ્યાપક અસર પડવાની પૂરી સંભાવનાઓ છે. આ ફેરફાર ટ્રમ્પ વહીવટીતંત્રની નીતિઓનો એક ભાગ છે. જેનો હેતુ અમેરિકન નોકરી બજારને ઓછા પગારવાળા વિદેશી કામદારોથી બચાવવાનો છે. યુએસ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસના પ્રવક્તા મેથ્યુ ગેસરના જણાવ્યા અનુસાર, ઘણા નોકરિયાત વર્તમાન લોટરી સિસ્ટમનો દુરુપયોગ કરે છે. આરોપ છે કે, કેટલીક કંપનીઓ અમેરિકન કર્મચારીઓને ઓછા પગારવાળા વિદેશી કામદારો સાથે બદલવા માટે એચ-1બી નો ઉપયોગ કરી રહી છે.

100,000ડોલર ફ્રી અને ગોલ્ડકાની અસર
આ પહેલા ટ્રમ્પ વહીવટીતંત્રે એચ-1બી વિઝા પર વધારાની 100,000 ડોલર વાર્ષિક ફીની જાહેરાત કરી હતી,જેની સામે કાયદાકીય મુશ્કેલીઓ ઊભી થઈ હતી.1 મિલિયન ડોલર ગોલ્ડ કાર્ડ વિઝા યોજના રજૂ કરવામાં આવી છે, જેમાં શ્રીમંત રોકાણકારોને યુએસ નાગરિક્તાનો માર્ગ પ્રદાન કરે છે.ભારતીયો માટે રોજગાર આધારિત કેટેગરીની પ્રાયોરિટી ડ્રેટ્સમાં તીવ્ર પ્રગતિ જોવા મળી છે. ખાસ કરી ભારતીય અરદારો માટે EB-1 (પ્રાયોરિટી વર્કર) અને EB-5 (રોકા આધારિત વિઝા) માં સૌથી મોટો વધારો જોવા મળ્યો હતો. અગાઉ ડિસેમ્બર 2025ના વિઝા બુલેટિનમાં પણ ઘણા EB કેટેગરીના વિઝા માટેની તારીખો પહેલાથી જ આગળ વધારી દેવામાં આવી હતી.
ભારતીયો માટે સારા સમાચારા
H-1B ના વિઝા માટે હવે ભારિત પસંદગી પ્રક્રિયાને લાગુ કરવામાં આવશે. જેનો ફાયદો એ થશે કે, ઉચ્ચ પગારવાળા અને કૌશલ્યવાન યુવાનોને નોકરીમાં પ્રાધાન્ય આપવામાં આવશે.વરિષ્ઠ સ્તરના, વિશેષ તથા ઉચ્ચ પગારવાળા વ્યવસાયિકોને વિઝા મળવાની શક્યતાઓ વધુ રહેશે. આ નવો નિયમ 27મી ફેબ્રુઆરી 2026થી લાગુ કરવામાં આવશે. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર આરોગ્ય, સાર-સંભાળ, ટેક્નોલોજી, શિક્ષણ જેવા ક્ષેત્રમાં જે અછત છે તે દૂર થશે. આ ઉપરાંત આ કેટેગરીમાં વિશેષ પ્રતિભા ધરાવતા લોકોને ફાયદો થશે.ભારતીય અરજદારોને વધુ પગારવાળી નોકરીથી ફાયદો થઈ શકે છે. હવે એમની પસંદગીને લઈને ઘણા મુદ્દાઓ છે. આ ફેરફાર ભારતીયોને ચોક્કસથી અસર કરશે એ નક્કી છે પણ હવે નોકરી માટેના પગાર ધોરણ કેટલા ઓફર થાય છે એ મુદ્દો પણ અહીં અસર કરે છે.