ગાંધીનગરઃ વર્ષ 2017 માં સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘પદ્માવતી’ વખતે ક્ષત્રિય સમાજની સંસ્કૃતિ અને સંસ્કારોની દેશના બોલીવુડના માધ્યમથી ક્ષત્રિય સમાજના સંસ્કારોનું ખોટું ચિત્રણ કરીને સમગ્ર ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મને લાંછન લાગે તેવી ફિલ્મ બનાવી હતી. આ વિષયના વિરોધમાં સમગ્ર દેશના અને ગુજરાતના ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો. તે વખતે થયેલા ઉગ્ર આંદોલનમાં ક્ષત્રિય સમાજના યુવાઓ ઉપર અનેક પોલીસ કેસ થયા હતા.
યુવાનો પર થયા હતા પોલીસ કેસ
આ ઉગ્ર આંદોલન કોઈ વ્યક્તિ કે સરકાર સામે ન હતું પરંતુ ક્ષત્રિય સમાજને બદનામ કરતા સંજય લીલા ભણસાલી સામે હતું અને ફિલ્મના માધ્યમથી ક્ષત્રિય સમાજને બદનામ કરી , ભારતીય નારીને ન શોભે તેવા કાલ્પનિક દ્રશ્યો બતાવી પ્રેક્ષકો ખેંચવા અને બોક્સ ઓફીસ છલકાવાનું એક કાવતરું હતું. આ કેસમાં ઉશ્કેરાટ અને આવેશમાં આવીને યુવાનો દ્વારા દેખાવો થયા હતા, જેના કારણે ક્ષત્રિય સમાજના યુવાઓ ઉપર પોલીસ કેસ થયા હતા.
કેસ પાછા ખેંચવા પગલાં લેવાયા
આ થયેલા પોલીસ કેસો પાછા ખેંચવા માટે ઉત્તર ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ અને ભાજપના ગુજરાત પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમારની આગેવાની હેઠળ રાજપૂત કરણી સેનાના પ્રમુખ વીરભદ્રસિંહ જાડેજા, મહાકાલ સેનાના પ્રમુખ વિજયસિંહ ચાવડા , રાજપૂત વિદ્યાસભાના અશ્વિનસિંહ સરવૈયા , કિરપાલસિંહ ચાવડા સહિત એક હજાર કરતા વધુ આગેવાનો ધારાસભ્ય સી. જે. ચાવડા સહીત ગુજરાત રાજ્યના માન. મુખ્યમંત્રી આદરણીય ભુપેન્દ્રભાઈ પટેલ રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી તથા વર્તમાન ઊર્જા મંત્રી અને તત્કાલીન કાયદામંત્રી ઋષિકેશભાઈ પટેલની સાથે ક્ષત્રિય સમાજનું પ્રતિનિધિ મંડળ મુલાકાતે પહોંચ્યું હતું.

કેસની છણાવટ કરી
જયરાજસિંહ પરમારની આગેવાની હેથળ સ્વર્ણિમ સંકુલ નર્મદા હોલ માં મળ્યા હતા અને સમગ્ર કેસની વિગતવાર છણાવટ કરી રજુઆત કરી હતી. ત્યારબાદ એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિત્વ મંડળ જયરાજસિંહ પરમાર, વીરભદ્રસિંહ જાડેજા અને વિજયસિંહ ચાવડાની આગેવાનીમાં , પૂર્વ મંત્રી બલવંતસિંહ રાજપૂત અને વિજાપુરના ધારાસભ્ય ડો. સી. જે. ચાવડાની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીના નિવાસ્થાને માન. મુખ્યમંત્રીને રાજ્યના મુખ્ય સચિવ એમ.કે. દાસની ઉપસ્થિતીમાં મળ્યા હતા.મુખ્યમંત્રી એ કેસો પાસા ખેંચવાની ખાતરી આપી હતી.
વકીલની રજૂઆત
આજે ઉત્તર ગુજરાતના મહુડીના કેસો વિજાપુર પોલીસ સ્ટેશનના તાબા હેઠળના તથા મહેસાણા પોલીસ સ્ટેશનના કેસો પાછા ખેંચવાની વિનંતી કરતી અરજી સરકારએ નામદાર કોર્ટમાં રજુ કરતા નામદાર કોર્ટે માન્ય રાખી છે.આ સમગ્ર કેસો અને કાર્યવાહી દરમ્યાન ક્ષત્રિય સમાજના નિઃશુલ્ક કેસ લડતા એડવોકેટ મહેન્દ્રસિંહ જાડેજા (અમદાવાદ)તથા એડવોકેટ જયદેવસિંહ ચાવડા (મહેસાણા) એ આ સમગ્ર કાયદાકીય પ્રક્રિયામાં પણ મુખ્ય ભાગ ભજવ્યો હતો.
આભાર વ્યક્ત કર્યો
જયરાજસિંહ પરમાર, વિરભદ્રસિંહ જાડેજા, વિજયસિંહ ચાવડા, અશ્વિનસિંહ સરવૈયા તથા કિરપાલસિંહ ચાવડા સહીત ક્ષત્રિય સમાજના તમામ આગેવાનો ગુજરાત પ્રદેશ શ્રી રાજપૂત કરણી સેના તથા મહાકાલ સેનાના તમામ પદાધિકારીઓ સહીત ગુજરાત પ્રદેશ ટીમના તમામ હોદ્દેદારો જિલ્લાના હોદ્દેદારો સહીત બકુલસિંહ વાઘેલા સેજપાલસિંહ ઝાલા તથા રાજપૂત કરણી સેના ગુજરાત પ્રદેશ મંત્રી જેમને આ મુદ્દે સતત જયરાજસિંહ પરમારના સંપર્કમાં રહ્યા તેમજ તમામ હોદ્દેદારો આગેવાનોનો ક્ષત્રિય સમાજ ખુબ આભર વ્યક્ત કરે છે.