થોડા સમય પહેલા ઠાકોર સમાજ દ્વારા સમાજનું બંધારણ ઘડવામાં આવ્યું હતું. આ બંધારણમાં લગ્ન પ્રસંગમાં DJ વગાડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેના કારણે પાટણમાં ડીજે સંચાલકો રોષે ભરાયા છે. પાટણમાં ડીજે સંચાલકો દ્વારા એક સભા યોજાઈ હતી. જેમાં તેમણે સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા ડીજે વગાડવા પર પ્રતિબંધ મુકવાના નિર્ણયને પરત લેવા માગ કરી હતી. આ સભામાં ડીજેના સંચાલકો દ્વારા ડીજેના નિર્ણય સામે વિરોધ કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી ડીજેના સંચાલકોની રોજગારી બંધ થાય તેવા આરોપ પણ લગાવાયા છે.
View this post on Instagram
ડીજે પર પ્રતિબંધ મુકવામાં આવતા સંચાલકો બેરોજગાર બનશે
પાટણની સભામાં ડીજે સંચાલકો દ્વારા કહેવાયું છે કે,ડીજે પર પ્રતિબંધ મુકવામાં આવતા સંચાલકો બેરોજગાર બનશે. સાંસદ ગેનીબેન ઠાકોર સામે ડીજે સંચાલકોએ આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતાં. તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે, ગેનીબેન ઠાકોરે બંધારણમાં રાજકારણ જોડ્યુ છે. જો લગ્ન પ્રસંગમાં ડીજે બંધ પર પ્રતિબંધ હટાવવામાં નહીં આવે,તો દારૂ વેચવાનું ચાલુ કરાશે.ડીજે સંચાલકોની આ બેઠકમાં કોંગ્રેસને વોટ ન આપવા માટેનો અનુરોધ પણ કરવામાં આવ્યો હતો.જે કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.ડીજે સંચાલકોએ જણાવ્યું છે કે,ડીજે સાઉન્ડ પર પ્રતિબંધ મુકવામાં ન આવે.99 ટકા ડીજે સાઉન્ડના વ્યવસાયના લોકો ઠાકોર સમાજના જ છે.જમીન ગીરવે મુકીને સાઉન્ડ સિસ્ટમ વસાવી છે. આવામાં જો લગ્ન પ્રસંગે ડીજે પર પ્રતિબંધ મુકવામાં આવશે તો ડીજે સંચાલકો દેણામાં ડૂબી જશે.